Clean Temples: મુખ્યમંત્રીએ ધોળેશ્વર મહાદેવ મંદિરમાં ઝાડુ માર્યુ

રાજ્યના નાના મોટા તમામ ધાર્મિક સ્થળોને સ્વચ્છ અને સુઘડ બનાવવા મકર સંક્રાંતિ થી એક સપ્તાહ ના સ્વચ્છતા સફાઈ અભિયાનનો પ્રારંભ ૧૪મી જાન્યુઆરીથી 22મી જાન્યુઆરી દરમ્યાન જન અભિયાન યોજાશે

Courtesy: Government of Gujarat

Share:

હાઈલાઇટ્સ

  • મકર સંક્રાંતિ ના દિવસે ગાંધીનગર નજીકના ધોળેશ્વર મહાદેવ મંદિરમાં સફાઈ અભિયાન શરૂ થયુ

અયોધ્યા ખાતે ભગવાન શ્રીરામના ભવ્ય મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો પવિત્ર અવસર આગામી ૨૨મી જાન્યુઆરીના રોજ યોજાવાનો છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ  આ પવિત્ર ઉત્સવ ના સંદર્ભમાં ૧૪મી જાન્યુઆરીથી 22મી જાન્યુઆરી ૨૦૨૪ સુધી દેશભરના તમામ નાના મોટા ધર્મસ્થાનોની સ્વચ્છતા સફાઈ  માટે સાર્વત્રિક રીતે સફાઈ  અભિયાન હાથ ધરવાનું દેશવાસીઓને આહવાન કર્યું છે. ગુજરાત વડાપ્રધાનના આ આહવાનને ઝિલી લેવા પ્રતિબદ્ધ છે. તદનુસાર રાજ્યના નાના મોટા તમામ ધાર્મિક સ્થળોને સ્વચ્છ અને સુઘડ બનાવવા ૧૪મી જાન્યુઆરીથી 22મી જાન્યુઆરી દરમ્યાન  સફાઈ અભિયાનનું  જન આદોલન હાથ  ધરાયું છે.

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આ રાજ્યવ્યાપી અભિયાનમાં રવિવાર, ૧૪ જાન્યુઆરી ,મકર સંક્રાંતિ ના દિવસે સવારે ગાંધીનગર નજીકના ધોળેશ્વર મહાદેવ મંદિરમાં સામૂહિક સફાઈ દ્વારા સહભાગી  થયા હતા. તેમણે મંદિર પરિસર ની સફાઈ કરી હતી અને ધોળેશ્વર મહાદેવ મંદિરમાં ભગવાન શિવજી ના દર્શન અર્ચન કર્યા હતા.

Cleaning temples
ગાંધીનગર ના મેયર હિતેશ મકવાણા, ધારાસભ્ય અલ્પેશ ઠાકોર તેમજ શહેર અને જિલ્લાના સંગઠનના અગ્રણીઓ મુખ્યમંત્રી સાથે દર્શન સમયે. Government of Gujarat