બિલકીસ બાનો કેસમાં SCનો મોટો નિર્ણય, ગુજરાત સરકારના દોષિતોની સજા માફ કરવાનો આદેશ કર્યો રદ્દ

સુપ્રીમ કોર્ટે કહ્યું કે, ગુજરાત સરકાર નિર્ણય લેવા માટે યોગ્ય સરકાર નથી. આ સાથે જ સુપ્રીમ કોર્ટનો 2022નો આદેશ પણ રદ્દ કરી દેવાયો છે.

Share:

હાઈલાઇટ્સ

  • બિલકીસ બાનો કેસમાં સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય
  • 11 આરોપીઓને મુક્ત કરવાના આદેશને કર્યો રદ્દ
  • રમખાણ પીડિતા પર 11 લોકોએ કર્યો હતો ગેંગરેપ

Bilkis Bano: બિલકીસ બાનો કેસમાં સુપ્રીમ કોર્ટે મોટો નિર્ણય લીધો છે. જસ્ટીસ બીવી નાગરત્ના અને જસ્ટીસ ઉજ્જવલ ભુઈયાંની બેંચે નિર્ણય સંભળાવતા દોષિતોની સજા માફ કરવાના ગુજરાત સરકારના આદેશને રદ્દ કર્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, ગુજરાત સરકાર નિર્ણય લેવામાં યોગ્ય સરકાર નથી. આ સાથે જ સુપ્રીમ કોર્ટે દોષિતોની સજા માફ કરવાના ગુજરાત સરકારના આદેશને પણ રદ્દ કર્યો છે. સાથે જ સુપ્રીમ કોર્ટનો 2022નો નિર્ણય પણ રદ્દ થઈ ગયો છે. જેમાં ગુજરાત સરકારને યોગ્ય સરકાર ગણવામાં આવી હતી. કોર્ટે કહ્યું કે, શું દોષિતોને ફરીથી જેલમાં મોકલવામાં આવે, આ સવાલ પણ અમારી સામે છે. 
 
ગુજરાત સરકાર સક્ષમ નથી 
સુપ્રીમ કોર્ટે કહ્યું કે, દોષિતને છોડવા મુદ્દે ગુજરાત સરકાર સક્ષમ નથી. આ બાબતે મહારાષ્ટ્ર સરકાર સક્ષમ છે. સુપ્રીમ કોર્ટે એવું પણ કહ્યું કે, જે રાજ્યમા ગુનેગારો પર ટ્રાયલ ચાલે છે અને સજા ફટકારવામાં આવે છે. તે દોષિતોને માફ કરવાની અરજી પર નિર્ણય લેવામાં સક્ષમ છે. સક્ષમતાના અભાવે ગુજરાત સરકાર દ્વારા છૂટના આદેશને રદ્દ કરવામાં આવવો જોઈએ. 

બિલકીસ બાનોની અરજીની સુનાવણી યોગ્ય 
જસ્ટીસ નાગરત્નાએ કહ્યું કે, સવાલ એ પણ છે કે સમય પહેલાં છૂટ આપવી જોઈએ. અમે સંપૂર્ણ રીતે કાયદાકીય સવાલો પર જઈશું, કારણ કે પીડિતાના અધિકાર પણ મહત્વપૂર્ણ છે. નારી સન્માન પાત્ર છે. શું મહિલા વિરુદ્ધ જધન્ય ગુનાઓમાં છૂટ આપી શકાય. આ એવા મુદ્દા છે કે જે ઉઠતા હોય છે. અમે યોગ્યતા અને સુનાવણી યોગ્ય, બંને આધાર પર અરજી પર વિચાર કરવા માટે આગળ વધી રહ્યા છીએ. 

સુપ્રીમ કોર્ટે કહી આ વાત 
જસ્ટીસ નાગરત્નાએ કહ્યું કે, ગુજરાત સરકારના છૂટના આદેશને જારી કરવાની ક્ષમતાને લઈને એ પણ સ્પષ્ટ છે કે, સરકારે છોડવાના આદેશને જારી કરતા પહેલાં કોર્ટની મંજૂરી લેવી પડશે. એનો અર્થ થાય છે કે ઘટના કે સ્થળ કે દોષિતોની જેલની સજાની જગ્યાએ છૂટ માટે પ્રાસંગિક નથી. સરકારનો ઈરાદો એ છે કે જે રાજ્ય હેઠળ દોષિતો પર ટ્રાયલ ચલાવવામાં આવી અને સજા ફટકારવામાં આવી તે યોગ્ય સરકાર હતી. આમાં ટ્રાયલની જગ્યા પર જોર આપવામાં આવ્યું છે, ન કે જ્યાં ગુનો થયો હતો. 
 
2022નો નિર્ણય પણ કાયદાકીય રીતે અયોગ્ય 
જસ્ટીસ નાગરત્નાએ કહ્યું કે, 13 મે, 2022નો નિર્ણય પણ કાયદાકીય દ્રષ્ટિકોણથી યોગ્ય નથી, કારણ કે યોગ્ય સરકારના સંબંધમાં બંધારણ પીઠના નિર્ણયો સહિત બંધનકર્તા દાખલાઓનું પાલન કરવાનો ઈનકાર કર્યો. સુપ્રીમ કોર્ટે મે 2022ના નિર્ણયને રદ્દ કરી દીધો હતો. જેમાં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, ગુજરાત પાસે છોડી મૂકવાનો નિર્ણય કરવાની શક્તિ છે અને 1992ની છૂટ નીતિ, જે હત્યા, બળાત્કાર, સામૂહિક બળાત્કાર માટે છૂટની મંજૂરી આપી છે, જે લાગુ છે. 
 
આ હતો કેસ 
ગુજરાત રમખાણો વખતે પીડિતા બિલકીસ બાનો પર 11 લોકોએ ગેંગ રેપ કર્યો હતો. ગુજરાત સરકારે આરોપીઓને માફ કર્યા હતા. પરંતુ હવે સુપ્રીમ કોર્ટે પોતાનો ચૂકાદો આપતા આરોપીની મુક્તિ રદ્દ કરી દીધી છે.