Amreli News: સાવરકુંડલામાં અયોધ્યાના નવનિર્મિત રામ મંદિર જમીન પર કંડારાયુ

10 કલાકની જહેમત બાદ રંગોળી સર્જકે નયનરમ્ય અયોધ્યા રામમંદિર જમીન પર ઉતાર્યું. હજારો દર્શનાર્થીઓએ સાવરકુંડલામાં રામમંદિરના દર્શનનો લાભ લીધો.

Share:

હાઈલાઇટ્સ

  • નાવલી નદીના પટ્ટમાં અયોધ્યાનું રામમંદિરની અદભુત રંગોળી

અયોધ્યામાં 22 જાન્યુઆરીએ લગભગ 500 વર્ષના લાંબા સંઘર્ષ બાદ રામલલ્લા પોતાના ભવ્યાતિભવ્ય મંદિરમાં પધારશે, આ ક્ષણ ભારતના ઈતિહાસમાં સુવર્ણ અક્ષરે અંકિત થવાની છે. હાલ અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. દરેક લોકો ભગવાન શ્રી રામના દર્શન કરવા માટે આતુર છે. 22 જાન્યુઆરી 2024ના રોજ યોજાનારા આ કાર્યક્રમમાં દેશભરમાંથી અનેક હસ્તીઓ પહોંચશે, જેમાં ગુજરાતના પણ સંત અને મહંતોને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે.

સાવરકુંડલામાં અયોધ્યાના નવનિર્મિત રામ મંદિર જમીન પર કંડારાયું

સાવરકુંડલાની નાવલી નદીના પટ્ટમાં અયોધ્યાનું રામમંદિરની અદભુત રંગોળી આકાર પામી છે. 10 કલાકની જહેમત બાદ રંગોળી સર્જકે નયનરમ્ય અયોધ્યા રામમંદિર જમીન પર ઉતાર્યું. હજારો દર્શનાર્થીઓએ સાવરકુંડલામાં રામમંદિરના દર્શનનો લાભ લીધો. આબેહૂબ અયોધ્યાનું નવનિર્મિત રામમંદિર રંગોળી રૂપે સાક્ષાત થતાં ભક્તોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

સાવરકુંડલાના નારાયણદાસ બાપુને આમંત્રણ

ભગવાન રામના રંગમાં અમરેલી જિલ્લો પણ રંગાયો છે, અનેક સંતોને રામ-મંદિરમાં રામલલ્લાની પ્રાણ-પ્રતિષ્ઠાનું આમંત્રણ મળ્યું છે. સાવરકુંડલા શહેરમાં આવેલા કબીર ટેકરી આશ્રમના મહંતને પણ આ આમંત્રણ આપવામાં આવ્યું છે. આ મહંતનું નામ નારાયણદાસ બાપુ છે. તેમને નિમંત્રણ મળતાં સમગ્ર સાવરકુંડલા રામમય બન્યું છે.