Gifts to the CM: કુલ ₹10,19,001 ની કિંમતની 683 ભેટસોગાદોનું થયું વેચાણ

તોશાખાનામાં જમાં કરાવેલ ચીજવસ્તુઓના ત્રી-દિવસીય પ્રદર્શન-વેચાણ કાર્યક્રમમાં કુલ ₹10,19,001 ની કિંમતની 683 ભેટસોગાદોનું થયું વેચાણ

Courtesy: Information Department

Share:

હાઈલાઇટ્સ

  • ગોતા ખાતે મુકાયેલા પ્રદર્શન-વેચાણમાં નાગરિકોએ મોમેન્ટો, સોના-ચાંદીની ભેટ-સોગાદોની કરી ખરીદી

રાજ્યના મુખ્યમંત્રીને વિવિધ કાર્યક્રમો અને પ્રવાસ દરમિયાન ભેટ-સોગાદોમાં મળેલ અને તોશાખાનામાં જમા કરાવેલ 
ચીજવસ્તુઓનું ત્રણ દિવસીય પ્રદર્શન-વેચાણ અમદાવાદ જિલ્લા કલેક્ટર પ્રવીણા ડી.કે.એ તારીખ 18મી જાન્યુઆરીના રોજ 
ગોતા ખાતે ખુલ્લું મૂક્યું હતું.

 

સિટી ડે.કલેકટર(પશ્ચિમ)ની ગોતા સ્થિત કચેરી ખાતે યોજાયેલા મુખ્યમંત્રીની ભેટસોગાદોમાં મળેલ ચીજવસ્તુઓના પ્રદર્શન-વેચાણને 
નાગરિકો તરફથી અભૂતપૂર્વ પ્રતિસાદ સાંપડયો હતો.

તોશાખાનામાં જમાં કરાવેલ ચીજવસ્તુઓના ત્રી-દિવસીય પ્રદર્શન-વેચાણ કાર્યક્રમમાં કુલ ₹10,19,001 ની કિંમતની 683 
ભેટસોગાદોનું વેચાણ થયું હતું. પ્રદર્શન-વેચાણમાં નાગરિકોએ વિવિધ મોમેન્ટો, સોના-ચાંદીની ભેટ-સોગાદો સહિત અન્ય 
ચીજવસ્તુઓની ખરીદી કરી હતી.