છોટા ઉદેપુર: ડ્રાઈવરે છેડતીનો પ્રયાસ કરતા 6 વિદ્યાર્થિનીઓએ ચાલતા ટ્રકમાંથી છલાંગ લગાવી

ગુજરાતના આદિવાસી જિલ્લા છોટા ઉદેપુરના સંખેડા ગામની 6 વિદ્યાર્થીનીઓએ શાળાએથી પરત ફરતી વખતે છેડતીનો પ્રયાસ થતાં ચાલતી પીકઅપ વાનમાંથી છલાંગ લગાવવાની ફરજ પડી હતી.

Courtesy: વિદ્યાર્થિનીઓની તસવીર પ્રતિકાત્મક છે, જેના આ ઘટના સાથે કોઈ લેવાદેવા નથી

Share:

હાઈલાઇટ્સ

  • પોલીસે ટ્ક ચાલક સહિત 6 સામે ગુનો દાખલ કર્યો, એક આરોપીની ધરપકડ
  • ટ્રકમાં સવાર આરોપીઓએ પીડિતો પાસેથી રોકડ-સામાન પણ છીનવી લીધો

છોટાઉદેપુર જિલ્લામાં 15-17 વર્ષની વયની સ્કૂલની 6 સગીર વિદ્યાર્થિનીઓને એક ઝડપી પીકઅપ ટ્રકમાંથી કૂદી જવાની ફરજ પડી હતી જ્યારે ડ્રાઇવર અને અન્ય પાંચ લોકોએ તેમની છેડતી કરવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે બુધવારે આ જાણકારી આપી. વિદ્યાર્થિનીઓને નાની-મોટી ઈજાઓ થતાં તેમને નજીકની હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. આ કેસમાં પોલીસે ટ્રકચાલક સહિત છ આરોપીઓ સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ અધિક્ષક ઈમ્તિયાઝ શેખે જણાવ્યું કે, 'સંખેડાથી લગભગ પાંચ કિલોમીટર દૂર કોશિન્દ્રામાં શાળાએ ગયેલી વિદ્યાર્થિનીઓ સાંજે પરત ફરતી વખતે ટ્રકમાં ચડી હતી. તેમાં પહેલાથી જ કેટલાક યુવકો હતા. ચાલતી પીકઅપમાં યુવકોએ આ સ્કૂલની વિદ્યાર્થિનીઓની છેડતી કરવાનું શરૂ કર્યું. દરમિયાન આ વિદ્યાર્થીનીઓ એક પછી એક ચાલતી પીકઅપમાંથી કૂદી પડી હતી. ડ્રાઇવરે કાબુ ગુમાવતાં વાહનને અકસ્માત નડ્યો હતો. વિદ્યાર્થીનીઓ, જેઓ અન્ય વાહન દ્વારા સહેજ ઘાયલ થઈ હતી, તેમને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, સારવાર કરવામાં આવી હતી અને પછી ઘરે મોકલવામાં આવી હતી. પોલીસે તમામ આરોપીઓની ધરપકડ કરી લીધી છે.'

ડ્રાઇવર સહિત 6 લોકો સામે ગુનો દાખલ
જિલ્લાના સંખેડા તાલુકાના આંતરિક માર્ગ પર બનેલી આ ઘટના બાદ પોલીસે પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ એક્ટ (POCSO એક્ટ) અને IPCની સંબંધિત કલમો હેઠળ લૂંટ અને છેડતીના આરોપ હેઠળ FIR નોંધી છે. શેખે જણાવ્યું કે, ડ્રાઇવર સહિત છ લોકો સામે કેસ નોંધવામાં આવ્યો છે.

એક આરોપીની ધરપકડ
અશ્વિન ભેલ તરીકે ઓળખાતા એક આરોપીને અકસ્માત બાદ સ્થળ પરથી ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે અન્ય પાંચને પકડવાના બાકી છે, એમ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું. એસપીએ જણાવ્યું કે અન્ય પાંચ આરોપીઓની ઓળખ સુરેશ ભીલ (ડ્રાઈવર), અર્જુન ભીલ, પરેશ ભીલ, સુનીલ ભીલ અને શૈલેષ ભીલ તરીકે કરવામાં આવી છે.