Bhupendra Patel: વાઈબ્રન્ટ સમિટ અંતર્ગત થઈ રહેલા એમ.ઓ.યુ.માંથી ૫૦% એમ.ઓ.યુ. ગ્રીન એમ.ઓ.યુ

વડાપ્રધાનના માર્ગદર્શનમાં ગુજરાત પ્રત્યેક પોલિસીઝ માટે સમર્પિત છે અને તેનું સન્માન કરે છે.

Courtesy: Government of Gujarat

Share:

હાઈલાઇટ્સ

  • ગુજરાતે વિશ્વ વ્યાપાર, વાણિજ્ય અને ઔદ્યોગિક ક્ષેત્રમાં પ્રમુખ સ્થાન હાંસલ કર્યું
  • ગુજરાત પોલીસી ડ્રિવન સ્ટેટ તરીકેની ઓળખ જાળવવા પ્રતિબદ્ધ - રાજ્યમાં તમામ પોલીસીઓનો સન્માનપૂર્વક અમલ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વાયબ્રન્ટ સમિટની દસમી એડિશનમાં ઉપસ્થિત વિશ્વનાં વિવિધ દેશોનાં વડાઓ, વૈશ્વિક નેતાઓ અને ગ્લોબલ બિઝનેસ કમ્યુનિટીનું ગુજરાતની ધરતી ‘પર’ ઉષ્માસભર સ્વાગત કર્યું હતું. મુખ્યમંત્રીએ આ સંદર્ભે જણાવ્યું કે આ વાઈબ્રન્ટ સમિટ અંતર્ગત થઈ રહેલા એમ.ઓ.યુ.માંથી ૫૦% એમ.ઓ.યુ. ગ્રીન એમ.ઓ.યુ. છે. પર્યાવરણની 
રક્ષાની અને કલાઈમેટ ચેન્જ સામે લડવાની ગુજરાતની પ્રતિબદ્ધતા આ એમ.ઓ.યુ.દર્શાવે છે. મુખ્યમંત્રીએ વાઈબ્રન્ટ ગુજરાત સમિટની સફળતા અંગે ગૌરવભેર કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ દરેક વાઈબ્રન્ટ સમિટમાં ગુજરાતના વર્લ્ડ ક્લાસ ડેવલપમેન્ટનું વિઝન અને નવા ઈનિશિએટિવ્ઝની પ્રેરણા પૂરી પાડી છે. તેમની આ પ્રેરણાને પરિણામે જ ગુજરાત આજે 
રોકાણ માટેનું શ્રેષ્ઠ સ્થાન અને દેશનું ગ્રોથ એન્જિન બન્યું છે. 

મુખ્યમંત્રીએ સ્વાગત પ્રવચનમાં કહ્યું કે,  ભારતના અમૃતકાળની પ્રથમ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ આપણા અમૃત ભવિષ્યનો રોડમેપ તૈયાર કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વાઈબ્રન્ટ સમિટના પાયોનિયર અને આર્કિટેક્ટ છે અને તેમણે આ વાઈબ્રન્ટ સમિટને બિઝનેસ બ્રાન્ડિંગની સાથે બોન્ડિંગની પણ સમિટ કહી છે તે વાતને વિશ્વભરના રાષ્ટ્ર અધ્યક્ષો અને ઉદ્યોગકારોની VGGS-24માં વિશાળ ઉપસ્થિતિએ પુરવાર કરી છે. તેમણે ઉમેર્યું કે, સમિટની બે દશકની સફળતાએ આ સમિટને નોલેજ શેરિંગ તથા નેટવર્કિંગ માટેનો સન્માનિત મંચ બનાવી દિધો છે એટલું જ નહીં વડાપ્રધાનશ્રીએ ૨૦૦૩માં આપેલા મંત્ર 'ગુજરાત કેન એન્ડ ગુજરાત વિલ'ને પણ વૈશ્વિક વિકાસથી આપણે સાકાર કર્યો છે. મુખ્યમંત્રીએ વધુમાં કહ્યું કે, સમિટની થીમ 'ગેટ વે ટુ ધી ફ્યુચર' છે અને વડાપ્રધાને આપેલી વિવિધ રાષ્ટ્રીય પ્રાથમિકતાઓ સેમીકન્ડક્ટર અને ઇલેક્ટ્રૉનિક્સ, ગ્રીન હાઇડ્રોજન, રિન્યૂએબલ એનર્જી, ઇલેક્ટ્રિક મોબિલિટી જેવા ફ્યુચરિસ્ટિક સેક્ટર અને એમ.એસ.એમ.ઈ. તથા સ્કિલ ડેવલપમેન્ટ પર આ સમિટ ફોકસ્ડ છે.મુખ્યમંત્રીએ ગુજરાતની પોલિસી ડ્રિવન સ્ટેટ તરીકેની ઓળખ કાયમ રાખવાની પ્રતિબદ્ધતા અંગે કહ્યું હતું કે, વડાપ્રધાનના માર્ગદર્શનમાં ગુજરાત પ્રત્યેક પોલિસીઝ માટે સમર્પિત છે અને તેનું સન્માન કરે છે. તેમણે ગુજરાતને ગ્લોબલ ફાઈનાન્શિયલ હબ બનાવવામાં વડાપ્રધાનના યોગદાનનો વિશેષ ઉલ્લેખ કરતા જણાવ્યુ હતું કે, વડાપ્રધાનએ ગુજરાતને ગ્લોબલ ફાઈનાન્શિયલ એક્ટિવિટીઝ શરૂ કરવાનું વિઝન આપ્યું હતું, તેના પરિણામે આજે ગિફ્ટ સિટી વિશ્વની અનેક મોટી ફાઈનાન્શિયલ અને ફિનટેક કંપનીઓનું હબ બની ગયુ છે. આ પ્રસંગે મુખ્યમંત્રીએ વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-૨૦૨૪ ના સહભાગી ‌૩૪ પાર્ટનર કંટ્રી ઔર ૧૬ પાર્ટનર ઑર્ગનાઇઝેશન્સના પ્રતિનિધિઓ તથા ૧૩૦થી વધુ દેશોંના ડેલિગેટ્સ, ગ્લોબલ ઈન્ડસ્ટ્રી એન્ડ બિઝનેસ કોમ્યુનિટીના ચેયર પરસન્સ, સી.ઈ.ઓ.ઝ તથા સિનિયર રિપ્રેઝેન્ટેટિવ્ઝની સહભાગીતા થી સમિટની સફળતાની અપેક્ષા દર્શાવી હતી.