Vadnagar: અહો આશ્ચર્યમ્! વડાપ્રધાનના ગામમાંથી 2800 વર્ષ જુનું નગર મળ્યુ!

અયોધ્યામા ભગવાન રામની મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠાને માંડ એક સપ્તાહ બાકી છે અને 2024ની લોકસભાની ચૂંટણીને થોડા મહિના. ત્યારે આશ્ચર્ય પમાડે તેની ઘટના ગુજરાતમાં બની છે. દેશના વડપ્રધાનના માદરે વતન વડનગરમાંથી 2800 વર્ષ જુનુ નગર મળી આવ્યું છે. IIT Kharagpur, ભારતના પુરાતત્વ વિભાગ - ASI, ફીઝીકલ રીસર્ચ લેબોરેટરી -PRL, જવાહરલાલ નહેરુ યુનિવર્સીટી-JNU અને ડેક્કન કોલેજને આ પુરાણોના અવશેષ મળ્યા હોવાનું સમાચાર માધ્યમોના અહેવાલમાં જણાવવામાં આવ્યુ છે.

Courtesy: ANI

Share:

હાઈલાઇટ્સ

  • સાત સંસ્કૃતિમાં મૈાર્ય, ઈન્ડો-ગ્રીક, ઈન્ડો -સીંથીયન, કે શાકા -ક્ષાત્રપાસ, હિન્દુ - સોલંકી, સુલ્તાને - મુધલ (ઈસ્લામિક) અને ગાયકવાડ - બ્રિટીશ કોલોની મળી આવી

અયોધ્યામા ભગવાન રામની મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠાને માંડ એક સપ્તાહ બાકી છે અને 2024ની લોકસભાની ચૂંટણીને થોડા મહિના. ત્યારે આશ્ચર્ય પમાડે તેની ઘટના ગુજરાતમાં બની છે. દેશના વડપ્રધાનના માદરે વતન વડનગરમાંથી 2800 વર્ષ જુનુ નગર મળી આવ્યું છે. IIT Kharagpur, ભારતના પુરાતત્વ વિભાગ - ASI, ફીઝીકલ રીસર્ચ લેબોરેટરી -PRL, જવાહરલાલ નહેરુ યુનિવર્સીટી- JNU અને ડેક્કન કોલેજને આ પુરાણોના અવશેષ મળ્યા હોવાનું સમાચાર માધ્યમોના અહેવાલમાં જણાવવામાં આવ્યુ છે. 

જે અધિકારીઓને આ પ્રાચીન નગરી મળી આવી છે તેમણે એવું કહયું છે કે, આ સેટલમેન્ટ 800 બીસી (બીફોર ક્રાઈસ્ટ)નું છે અને એક કે બે નહીં સાત સંસ્કૃતિની સાબિતી આપે છે. IIT Kharagpurના પ્રોફસર ઓફ જીઓલોજી ડો.અનિદ્યા સરકારે એએનઆઈ સમાચાર સંસ્થાને જણાવ્યું હતું કે,  આ સ્થળે 2016થી ખોદકામ ચાલુ હતુ અને ટીમે 20 મીટર સુધી જમીન ખોદી છે. દે નગર મળી આવ્યું છે તેને Climate, human settlement and migration in South Asia નામે એક અભ્યાસ તરીકે પ્રકાશિત કરવામા આવ્યુ હતું. 

એએસઆઈના પુરાતત્વવીદ અભિજીત અંબેકરે જણાવ્યું હતું કે, જે જગ્યાએથી પ્રાચીન નગરના પુરાવા મળી આવ્યા છે તેમાં સાત જુદી જુદી સંસ્કૃતિ હોવાનું બહાર આવ્યું છે. આ સાત સંસ્કૃતિમાં મૈાર્ય, ઈન્ડો-ગ્રીક, ઈન્ડો -સીંથીયન, કે શાકા -ક્ષાત્રપાસ, હિન્દુ - સોલંકી, સુલ્તાને - મુધલ (ઈસ્લામિક) અને ગાયકવાડ - બ્રિટીશ કોલોની મળી આવી છે. આ ઉપરાંત અત્યારે જે શહેરો અસ્તિત્ત્વમાં છે તેના પણ અવશેષો મળી આવ્યા હોવાનું તેમણે જણાવ્યું હતું. 

 

 

<blockquote class="twitter-tweet"><p lang="en" dir="ltr"><a href="https://twitter.com/hashtag/WATCH?src=hash&amp;ref_src=twsrc%5Etfw">#WATCH</a> | Gujarat: Remains of a 2800-year-old settlement found in PM Narendra Modi&#39;s village, Vadnagar. <a href="https://t.co/Fefjt7Dn9Z">pic.twitter.com/Fefjt7Dn9Z</a></p>&mdash; ANI (@ANI) <a href="https://twitter.com/ANI/status/1747274307338969250?ref_src=twsrc%5Etfw">January 16, 2024</a></blockquote> <script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script>