1990 custodial death: હાઈકોર્ટ દ્વારા સંજીવ ભટ્ટને કોઈ રાહત નહી, આજીવન કેદ યથાવત

સંજીવ ભટ્ટની અરજીને ફગાવતા આશુતોષ શાસ્ત્રી અને ન્યાયમૂર્તિ સંદિપ ભટ્ટની ખંડપીઠે કહ્યું કે, ટ્રાયલ કોર્ટે અરજીકર્તાને યોગ્ય રીતે દોષીત જાહેર કર્યા છે.

Courtesy: The case study channel

Share:

હાઈલાઇટ્સ

  • જામનગરમાં કોમી હિંસા ભડક્યા બાદ પૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટે આતંકવાદી અને આતંકવાદી અને વિક્ષેપકારક પ્રવૃત્તિઓ (પ્રિવેન્શન) એક્ટ (TADA) હેઠળ આશરે 133 જેટલા લોકોને કસ્ટડીમાં લીધા હતા.
  • 30 ઓક્ટોબર 1990 ના રોજ ભારત બંધનું એલાન વિશ્વ હિંદુ પરિષદ અને ભાજપે આપ્યું હતું

ગુજરાત હાઈકોર્ટે પૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટને આજે એક મોટો ઝટકો આપ્યો છે. કસ્ટોડિયલ ડેથ મામલે જામનગર સેશન્સ કોર્ટ દ્વારા સંભળાવવામાં આવેલી આજીવન કેદની સજાને આજે હાઈકોર્ટે પણ યથાવત રાખી છે. સંજીવ ભટ્ટની અરજીને ફગાવતા આશુતોષ શાસ્ત્રી અને ન્યાયમૂર્તિ સંદિપ ભટ્ટની ખંડપીઠે કહ્યું કે, ટ્રાયલ કોર્ટે અરજીકર્તાને યોગ્ય રીતે દોષીત જાહેર કર્યા છે. અમે પણ એ નિર્ણયને યથાવત રાખીએ છીએ અને અરજી ફગાવવામાં આવે છે. વર્ષ 1990 ના આ કેસમાં પહેલા સેશન્સ કોર્ટ દ્વારા સંજીવ ભટ્ટને સજા સંભળાવવામાં આવી હતી.  

જામનગરમાં કોમી હિંસા ભડક્યા બાદ પૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટે આતંકવાદી અને આતંકવાદી અને વિક્ષેપકારક પ્રવૃત્તિઓ (પ્રિવેન્શન) એક્ટ (TADA) હેઠળ આશરે 133 જેટલા લોકોને કસ્ટડીમાં લીધા હતા. 30 ઓક્ટોબર 1990 ના રોજ ભારત બંધનું એલાન વિશ્વ હિંદુ પરિષદ અને ભાજપે આપ્યું હતું. તત્કાલીન ભાજપા પ્રમુખ લાલકૃષ્ણ અડવાણીની ધરપકડના વિરોધમાં ભારત બંધનું એલાન કરાયું હતું. આ વચ્ચે કસ્ટડીમાં લેવાયેલા વ્યક્તિઓ પૈકી પ્રભુદાસ વૈશ્નાનીનું કસ્ટડીમાંથી છૂટ્યા બાદ મૃત્યુ થયું હતું. બાદમાં પ્રભુદાસ વૈશ્નાનીના પરિવારે આક્ષેપ લગાવ્યો હતો કે, કસ્ટડીમાં ભટ્ટ અને તેમના સહયોગીઓ દ્વારા તેમને ખૂબ જ યાતનાઓ આપવામાં આવી હતી. 

શું છે આખો મામલો? 
પરિવારે આરોપ લગાવ્યો કે, કસ્ટડીમાં લેવાયેલા લોકોને લાપરવાહીથી લાકડીઓથી મારવામાં આવ્યા અને તેમને ખૂબજ પરેશાન કરવામાં આવ્યા. આરોપ છે કે, તેમને પાણી પીવાની પણ મંજૂરી નહોતી આપવામાં આવી અને આના કારણે વિશ્નાનીની કિડની ખરાબ થઈ ગઈ. વૈશ્નાની 9 દિવસ સુધી પોલીસ કસ્ટડીમાં હતા. જમાનત પર મુક્ત થયા બાદ વૈશ્નાનીનું કિડની ફેઈલ થવાના કારણે મોત થઈ ગયું હતું. ત્યારબાદ કસ્ટોડીયલ ડેથ માટે સંજીવ ભટ્ટ અને અન્ય અધિકારીઓ વિરૂદ્ધ FIR નોંધવામાં આવી અને 1995 માં એક મેજીસ્ટ્રેટ દ્વારા આ મામલે નોંધ લેવામાં આવી હતી.