અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટને લઈ મોટા સમાચાર, 100 ટકા જમીન મળી

Mumbai-Ahmedabad bullet train: અમદાવાદ મુંબઈ બુલેટ ટ્રેન માટે ગુજરાત સરકારે સો ટકા જમીન સંપાદન કરી છે. ગુજરાત અને મહારાષ્ટ્રમાંથી લગભગ 12.5 ટકા જમીન સંપાદિત કરવામાં એક વર્ષનો સમય લાગ્યો હતો.

Share:

હાઈલાઇટ્સ

  • મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેનને લઈ સારા સામાચાર
  • બુલેટ ટ્રેનના પ્રોજેક્ટ માટે 100 જમીન સંપાદિત કરાઈ
  • ગુજરાત સરકારે 100 ટકા જમીન સંપાદિત કરી લીધી છે

અમદાવાદઃ અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટને લઈને એક મોટા અને મહત્વના સમાચાર સામે આવ્યા છે. હવે અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટને 100 ટકા જમીન મળી ગઈ છે. નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડે સોમવારે જણાવ્યું હતું કે, તેઓએ ગુજરાત, મહારાષ્ટ્ર, દાદરા નગર હવેલીમાં મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે જમીન સંપાદનનું કામ 100 ટકા પૂર્ણ કરી લીધું છે. મુંબઈ-અમદાવાદ રેલ કોરિડોરને બુલેટ ટ્રેન પ્રોજેક્ટ તરીકે ઓળખવામાં આવે છે. આ પ્રોજેક્ટ માટે જરુરી 1389.49 હેક્ટર જમીન સંપાદન કરવામાં આવી છે. 

પૂર જોશમાં ચાલી રહ્યું છે કામ 
મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ હાલ પૂર જોશમાં ચાલી રહ્યો છે. આ વર્ષની શરુઆતથી જ આ કામ પૂર જોશમાં ચાલી રહ્યું છે. નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડના જણાવ્યા મુજબ, તમામ પ્રોજેક્ટના કામ ગુજરાત અને મહારાષ્ટ્રને આપવામાં આવ્યા છે. સાથે જ 120.4 કીમીના ગર્ડર નાખવામાં આવ્યા છે. 271 કિમીના થાંભલા લગાવવામાં આવ્યા છે. આ ટ્રેક સિસ્ટમ માટે જાપીનીઝ શિંકનસેનમાં ઉપયોગમાં લેવાતા રીઈનફોર્સ્ડ કોંક્રીટ એટલે કે આરસી ટ્રેક બેડ નાખવાનું કામ પણ સુરત અને આણંદમાં શરુ થઈ ચૂક્યું છે. 

છ નદીઓ પર પુલ 
આ કોરિડોરમાં આવતી ચોવીસમાંથી 6 નદીઓ પર પુલના બાંધકામનું કામ પૂર્ણ થયુ છે. જેમાં વલસાડની પાર નદી, નવસારીની પૂર્ણા અને મીંધોલા, અંબિકા, વલસાડની ઔરંગા અને વેંગનિયા નદીનો સમાવેશ થાય છે. સાથે જ એવું પણ કહેવામાં આવ્યું છે કે, નર્મદા, તાપી, મહી અને સાબરમતી નદીઓ પર કામ ચાલી રહ્યું છે. 

પ્રથમ તબક્કો ક્યારે શરુ થશે?
કરોડો રુપિયાનો આ પ્રોજેક્ટ આમ તો 2022માં પૂરો થવાની ધારણા હતી. જો કે, જમીન સંપાદનને લઈ કેટલાંક વિવાદો સામે આવતા અને અનેક અવરોધો આવતા આ પ્રોજેક્ટ પૂરો થઈ શક્યો નહોતો. ત્યારે હવે સરકાર 2026માં દક્ષિણ ગુજરાતમાં સુરત અને બીલીમોરા વચ્ચે બુલેટ ટ્રેનનો પ્રથમ તબક્કો શરુ કરવાનો લક્ષ્ય ધરાવે છે.