નવા વર્ષની પૂર્વ સંધ્યાએ Zomato ડિલીવરી બોયને મળી 97 લાખની ટીપ

દીપિંદર ગોયલે જણાવ્યું કે તેમને રાત્રે 8 વાગ્યે 8422 ઓર્ડર મળ્યા એટલે કે દર સેકન્ડે ઝોમેટોને 140 ફૂડ ઓર્ડર મળ્યા હતા

Share:

31 ડીસેમ્બરની રાત્રે ન્યુયરની પાર્ટીમાં લોકોએ જશ્ન મનાવવામાં કોઈ કસર છોડી નથી. નવા વર્ષના જશ્નમાં લોકોએ પેટભરીને ખાધું. ત્યારે પાર્ટી દરમીયાન લોકોએ ઝોમેટો, સ્વિગી જેવી ફૂડ ડિલીવરી એપ્સ પર વિપુલ માત્રામાં ફૂડ ઓર્ડર કર્યું. આ ઓર્ડરે છેલ્લા કેટલાય વર્ષોના રેકોર્ડ તોડી નાખ્યા. ઝોમેટોના CEO દીપિંદર ગોયલે ટ્વીટ કરીને જણાવ્યું કે, વર્ષ 2023 ની ન્યુયર નાઈટ પર તેમને દર સેકન્ડે 140 ફૂડ ઓર્ડર મળ્યા. 

દીપિંદર ગોયલે જણાવ્યું કે તેમને રાત્રે 8 વાગ્યે 8422 ઓર્ડર મળ્યા એટલે કે દર સેકન્ડે ઝોમેટોને 140 ફૂડ ઓર્ડર મળ્યા હતા. નવા વર્ષની ઉજવણી પર ફૂડ ઓર્ડર કરવાના મામલે ઝોમેટોએ નવો રેકોર્ડ બનાવી દિધો. દીપિંદર ગોયે ઓફિસથી વોર રૂમની તસવીરો શેર કરી અને લખ્યું કે, 2023 ની છેલ્લી રાત્રે અને ન્યુયરના શરૂઆતના કલાકોમાં તેમને છેલ્લા કેટલાય વર્ષની તુલનામાં કેટલાય ગણા વધારે ઓર્ડર મળ્યા છે. 

ગોયલે જણાવ્યું કે, કોલકત્તાના એક કસ્ટમરે 125 ફૂડ આઈટમ્સનો સિંગલ ઓર્ડર કર્યો હતો. તેમણે જણાવ્યું કે પીઝ્ઝા, બર્ગર, પનીર વચ્ચે આ વર્ષે પણ બિરીયાનીએ બાજી મારી છે. 

ન્યુયરની રાત્રીએ લોકો સુધી ઓર્ડર પહોંચાડી રહેલા ડિલીવરી બોયઝને લોકોએ ટિપ તરીકે 97 લાખ રૂપીયા આપ્યા. ન્યુયરની નાઈટ પર લોકો સુધી ફૂડ પહોંચાડવા માટે 3.2 લાખ ડિલીવરી બોય કામ કરી રહ્યા હતા. 
 

Tags :