ગણતંત્ર દિવસની પરેડમાં પહેલી વખત ત્રણ સેનાઓની મહિલા ટુકડી: વાંચો વધુ વિગતો!

શુક્રવારે દેશમાં 75માં ગણતંત્ર દિવસની ઉજવણી કરાશે. આ વર્ષની થીમ છે 'વિકસિત ભારત અને ભારત-લોકતંત્રની માતૃકા'. ગણતંત્ર દિવસનો પ્રારંભ ધ્વજવંદન સાથે થશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ દિલ્હી સ્થિત કર્તવ્ય પથ પર ધ્વજ ફરકાવશે. તો વડાપ્રધાન મોદી સવારે અમર જવાન જ્યોતિ પર શ્રદ્ધાંજલિ આપશે.

Share:

દેશમાં આ વખતે 75માં ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવશે. ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોં આ વર્ષે સમારંભના મુખ્ય અતિથિ હશે. આ ગણતંત્ર દિવસ આપણાં માટે અનેક રીતે ખાસ બનશે, કાર્યક્રમમાં રજૂ થનારા ટેબ્લોથી લઈને પરેડ અને થીમ સુધી કેન્દ્રમાં મહિલાઓ જ હશે. આવો જાણીએ ગણતંત્ર દિવસનો કાર્યક્રમ શું છે? પરેડમાં શું ખાસ હશે? ટેબ્લોમાં શું હશે?

ગણતંત્ર દિવસનો કાર્યક્રમ શું છે?
શુક્રવારે દેશમાં 75માં ગણતંત્ર દિવસની ઉજવણી કરાશે. આ વર્ષની થીમ છે 'વિકસિત ભારત અને ભારત-લોકતંત્રની માતૃકા'. ગણતંત્ર દિવસનો પ્રારંભ ધ્વજવંદન સાથે થશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ દિલ્હી સ્થિત કર્તવ્ય પથ પર ધ્વજ ફરકાવશે. તો વડાપ્રધાન મોદી સવારે અમર જવાન જ્યોતિ પર શ્રદ્ધાંજલિ આપશે.

આ સમારંભનું મુખ્ય આકર્ષણ એટલે કે પરેડનો સમય સવારે 10-30 વાગ્યાથી બપોરે 12 વાગ્યા વચ્ચેનો હશે. પરેડનો રુટ વિજય ચોકથી નેશનલ સ્ટેડિયમ વચ્ચે છે જે પાંચ કિલોમીટરની હશે. મુખ્ય કાર્યક્રમ દિલ્હી સ્થિત કર્તવ્ય પથ પર થશે.

સમારંભમાં મહેમાન કોણ છે?
ફ્રાંસના રાષ્ટ્રપતિ મેંક્રોં 75માં ગણતંત્ર દિવસ સમારંભના મુખ્ય અતિથિ છે. પરેડમાં ફ્રાંસના 95 સભ્યો માર્ચિંગ ટીમ અને 33 સભ્યો બેન્ડ દળ પણ ભાગ લેશે. ભારતીય વાયુ સેનાના વિમાનોની સાથે એક મલ્ટી રોલ ટેન્કર ટ્રાંસપોર્ટ વિમાન અને ફ્રાંસીસી વાયુસેનાના બે રાફેલ ફાઈટર જેટ પણ ફ્લાઈ પાસ્ટમાં ભાગ લેશે.

આ વર્ષે પરેડમાં સામેલ થવા માટે લગભગ 13 હજાર વિશેષ મહેમાનોને આમંત્રિત કરાયા છે. આ તે લોકો છે જેમણે સરકારની લગભગ 30 મહત્વની યોજનાઓનો લાભ ઉઠાવ્યો છે. આ ઉપરાંત પેટેન્ટ મેળવનાર વિશેષજ્ઞો, ઈસરોની મહિલા વૈજ્ઞાનિક, સ્વતંત્રતા સેનાનીઓ, ખેડૂતો અને આદિવાસી સમુદાયના લોકોને પણ આમંત્રણ અપાયું છે.

રક્ષા સચિવ ગિરિધર અમરાને જણાવ્યું કે કર્તવ્ય પથ પર પરેડ જોવા માટે 77 હજાર સીટની ક્ષમતા છે. જેમાંથી આમ જનતા માટે 42 હજાર સીટ ટિકિટ થકી બુક કરવામાં આવે છે.

પરેડમાં શું વિશેષ હશે?
આ વર્ષે ગણતંત્ર દિવસની થીમ મહિલાઓ પર આધારિત છે ત્યારે પરેડમાં મહિલાઓનું અત્યાર સુધીનું સૌથી સારું પ્રતિનિધિત્વ જોવા મળશે. રક્ષા સચિવ અરમાને જાણકારી આપી કે પરેડની શરુઆત સૈન્ય બેન્ડની સાથે થતી હોય છે પરંતુ આ વખતે દેશભરની 100 મહિલા સાંસ્કૃતિક કલાકાર પારંપરિક વાદ્યોની સાથે પરેડની શરુઆત કરશે. હંમેશા તમામ કલાકાર અને સમૂહ સલામી મંચની સામે પોતાની પ્રસ્તુતિ આપે છે પરંતુ આ વખતે વધુ એક ફેરફાર કરવામાં આવી રહ્યો છે જેમાં માત્ર એક જ ગ્રૂપ સલામી મંચની સામે પ્રસતિત આપશે જ્યારે બાકીના 11 ગ્રૂપ અલગ-અલગ પોતાની પ્રસ્તુતિ આપશે જેથી તમામ દર્શક તેનો આનંદ ઉઠાવી શકે.

પરેડની અન્ય ખાસિયતની વાત કરીએ તો પહેલી વખત ત્રણેય સેનાઓની એક મહિલા ટુકડી પણ માર્ચ કરશે. કેન્દ્રીય સશસ્ત્ર દળની ટુકડીઓમાં પણ મહિલાકર્મી સામેલ થશે. આ વખતે પરેડમાં મહિલા ફાઈટર પાયલટને પણ સામેલ કરવામાં આવ્યા છે. આ પરેડમાં 48 મહિલા અગ્નિવીરની હશે.
 

Tags :