કેરળની મહિલાએ 140 ભાષામાં ગીત ગાઈને મેળવ્યું ગિનીસ બુકમાં નામ

શ્રીમતી સતીષે દુબઈમાં ભારતીય કોન્સ્યુલેટ ઓડિટોરિયમ ખાતે ક્લાઈમેટ ચેન્જ વિશે જાગૃતિ લાવવા 140 ભાષાઓમાં ગીત ગાઈને રેકોર્ડ તોડ્યો.

Share:

હાઈલાઇટ્સ

  • કેરળની મહિલાએ 9 કલાકમાં 140 ભાષામાં ગીત ગાયા
  • પોતાની આ સિદ્ધીથી ગિનીસ બુકમાં સ્થાન મેળવ્યું
  • તેમની પોસ્ટ પર દેશવાસીઓ આપી રહ્યાં છે દિલથી શુભેચ્છા

નવી દિલ્હીઃ કેરળની એક મહિલાએ 24 નવેમ્બર, 2023ના રોજ દુબઈ, યુએઈમાં કોન્સર્ટ ફોર ક્લાઈમેટ દરમિયાન 140 ભાષાઓમાં ગીત ગાવાની પોતાની પ્રતિભા રજૂ કરીને ગિનીસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. ઈન્સ્ટાગ્રામ પર શેર કરાયેલા સુચેતા સતીષનું અદ્ભુત પ્રદર્શન શ્રોતાઓને તેમની વિવિધતાથી મંત્રમુગ્ધ કરી મૂકે એવું છે. 

9 કલાક 140 ગીતો 
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર સમાચાર શેર કરતા, શ્રીમતી સતીષે લખ્યું કે, સમાચાર શેર કરતા આનંદ થાય છે કે ભગવાનની કૃપાથી, મેં 24 નવેમ્બર 2023 ના રોજ ક્લાઈમેટ મારા કોન્સર્ટ દરમિયાન 9 કલાકમાં 140 ભાષાઓમાં ગીતો ગાઈને નવો ગિનીસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. તમારી શુભેચ્છાઓ અને સમર્થન માટે આપ સૌનો આભાર. 

ગિનીસ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન 
ગિનીસ વર્લ્ડ રેકોર્ડના પેજ મુજબ, શ્રીમતી સતીષે દુબઈમાં ભારતીય કોન્સ્યુલેટ ઓડિટોરિયમમાં ક્લાઈમેટ ચેન્જ વિશે જાગૃતિ લાવવા માટે 140 ભાષાઓમાં ગીત ગાઈને પ્રદર્શન કરીને રેકોર્ડ તોડ્યો હતો. દુબઈમાં COP 28 સમિટમાં ભાગ લેનારા 140 રાષ્ટ્રોનું પ્રતિનિધિત્વ કરવા માટે 140 દેશોનું પ્રતિનિધિત્વ કરવા માટે પસંદગી થઈ હતી. 

લોકોની દિલથી શુભેચ્છા 
તેમની પોસ્ટ પર એક યુઝરે કોમેન્ટ કરી કે, અભિનંદન સુચેતા. અતુલ્ય! હજારો માઈલની સફર એક પગલાથી શરૂ થાય છે. મને આ સુંદર સફરનો ભાગ બનવાનો ગર્વ છે. શાબાશ. તો બીજા એક યૂઝરે લખ્યું કે, આવનારા સમયમાં તમારી પાસે આનાથી પણ વાધરે સિદ્ધી હોય એવી આશા. જ્યારે અન્ય એક યૂઝરે લખ્યું કે, તમારી સિદ્ધી ખરેખર અવિશ્વસનીય છે. સમગ્ર માનવજાતને સુચેતા પર ગર્વ થશે. તમને દિલથી શુભેચ્છાઓ.