ચમત્કાર! મહિલા અને તેના બે બાળકો ઉપરથી આખી ટ્રેન પસાર થઈ, વાળ પણ વાંકો ન થયો

જણાવવામાં આવી રહ્યું છે કે શનિવારે એક મહિલા અને તેના બે બાળકો ટ્રેનની અડફેટે આવતા બચી ગયા હતા. ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

Share:

હાઈલાઇટ્સ

  • ઘટનાનો એક દિલધડક વીડિયો સો. મીડિયા પર વાયરલ
  • મહિલા અને તેના બંને બાળકોનો વાળ પણ વાંકો ન થયો

કહેવાય છે કે, 'રામ રાખે.. તેને કોણ ચાખે'... બિહારના દાનાપુર રેલવે વિભાગના બારહ રેલ્વે સ્ટેશન પર આ કહેવત ફરી એકવાર સાચી સાબિત થઈ. અહીં એક મહિલા તેના બે બાળકો સાથે ટ્રેનમાં ચઢવાનો પ્રયાસ કરી રહી હતી. આ દરમિયાન તેનો પગ લપસી ગયો અને તે ટ્રેનની નીચે આવી ગયા. મહિલા નીચે પડતાની સાથે જ ટ્રેન પણ આગળ વધવા લાગી, માત્ર 4-5 ઈંચના અંતરે એક પછી એક અનેક ડબ્બા પસાર થયા. આ દરમિયાન મહિલા તેના બાળકોને છાતીથી લગાવીને બેસી રહી. સદનસીબે મહિલા અને તેના બાળકો સુરક્ષિત હતા. તે જ સમયે, હવે આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

બેગુસરાયથી દિલ્હી જઈ રહ્યો હતો પરિવાર 
મળતી માહિતી મુજબ, બેગુસરાયમાં રહેતો એક પરિવાર દિલ્હી જવા માટે બારહ સ્ટેશન પહોંચ્યો હતો. અહીં ભાગલપુરથી દિલ્હી જતી વિક્રમશિલા એક્સપ્રેસ શનિવારે સાંજે બારહ સ્ટેશન પહોંચી હતી. ટ્રેનમાં ભારે ભીડ હતી. સ્ટેશન પર હાજર લોકો પણ તેમાં ચઢવા લાગ્યા. જ્યારે લોકોએ મહિલા અને તેના બાળકોને રેલવે ટ્રેક પર પડેલા જોયા તો તેઓ ડરી ગયા. સદનસીબે મહિલા અને તેના બાળકો સુરક્ષિત હતા. ધીમે ધીમે આખી ટ્રેન પસાર થઈ ગઈ. આ પછી લોકોએ તરત જ મહિલા અને તેના બે બાળકોને ત્યાંથી ઉપાડ્યા. મહિલાએ તેના બાળકોને તેની છાતીથી લગાડી રાખ્યા હતા.

લોકો બહાર કાઢે તે પહેલા ટ્રેન ચાલવા લાગી
લોકોએ ટ્રેનની નીચે પડી ગયેલી મહિલા અને બાળકોને બચાવવાનો પ્રયાસ કર્યો ત્યાં સુધીમાં ટ્રેન આગળ વધવા લાગી હતી. આ દરમિયાન મહિલા તેના બે બાળકોને છાતી સાથે પકડીને ટ્રેક પાસે પડી રહી હતી. જ્યારે આખી ટ્રેન પસાર થઈ ત્યારે મહિલા અને તેના બાળકોને બહાર કાઢવામાં આવ્યા હતા, ત્રણેય સુરક્ષિત હતા. ત્યાં હાજર લોકોએ તાત્કાલિક ત્રણેયને સારવાર માટે મોકલી આપ્યા હતા. ઘટનાનો વીડિયો જોઈને લોકો ચોંકી ગયા હતા, પરંતુ ત્રણેય સુરક્ષિત છે તે જાણીને બધાને હાશકારો થયો હતો.