શું મોદીના કારણે રામથી દૂર છે આ શંકરાચાર્ય !

પ્રાણ પ્રતિષ્ઠાની પદ્ધતિ, યજમાન કોને બનાવાય અને કોને નહીં ? મંદિરના અધુરા નિર્માણને લઈને ખુદ સાધુ સંતોમાં પણ વૈચારિક મતભેદો છે જ. પુરી પીઠના સ્વામી નિશ્ચચલાનંદ સરસ્વતી અને દ્વારકા પીઠના શંકરાચાર્ય સ્વામી અવમુક્તેશ્વર નંદે આ સમારંભથી દૂર રહેવાનું એલાન પણ કરી દીધું છે. અન્ય શંકરાચાર્યોએ એલાન તો નથી કર્યું પણ એવું માનવામાં આવે છે કે એ લોકો પણ આ સમારંભથી દૂર જ રહેશે.

Courtesy: aaktak

Share:

હાઈલાઇટ્સ

  • "સમય અત્યારે અનુકુળ છે તો શા માટે યોગ્ય મૂહૂર્તની રાહ નથી જોવાઈ રહી?"
  • "જો મોદી પ્રાણપ્રતિષ્ઠ કરશે તો હું ત્યા તાડીઓ પાડીશ?"


એક સપ્તાહ બાદ અયોધ્યામાં શ્રીરામની પ્રાણ પ્રતિષ્ઠા યોજાવાની છે અને લગભગ બધાં જ એમા જોડાયા છે પરંતું જેમને હિન્દુ શ્રદ્ધાળુઓ ભગવાન બાદ પૂજે છે તે તમામ શંકરાચાર્યો આ સમારંભથી પોતાને દુર રાખી રહ્યાં છે. આ નારાજગીનું કારણ શું? શું તેઓ પોતાને મહત્ત્વ નહીં મળવાના કારણે નારાજ છે પછી પોતાના વિશુદ્ધતાવાદી વલણના કારણે લોકોથી દૂર જઈ રહ્યાં છે?

બરોબર સાત દિવસ બાદ શ્રીરામની જન્મભૂમિ પર બાબરી ધ્વંસ પછી બંધાયેલા મંદિરમાં ભગવાન રામની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે. એવું 
કહેવાય છે કે 500 વર્ષના ઘર્ષણ પછી આ મંદિર બન્યુ છે અને આખો દેશ તેને લઈને ઉત્સાહમાં છે. જો કે છે કેટલાક લોકો જે બિનજરૂરી વિવાદ 
ઉભો કરી રહ્યાં છે. રાજકીય પક્ષોમાં તો વિવાદ હોય તે માની લેવાય પણ રાજકીય ક્ષેત્ર પણ તેનાથી બાકાત નથી. પ્રાણ પ્રતિષ્ઠાની પદ્ધતિ, યજમાન કોને બનાવાય અને કોને નહીં ? મંદિરના અધુરા નિર્માણને લઈને ખુદ સાધુ સંતોમાં પણ વૈચારિક મતભેદો છે જ. પુરી પીઠના સ્વામી નિશ્ચચલાનંદ સરસ્વતી અને દ્વારકા પીઠના શંકરાચાર્ય સ્વામી અવમુક્તેશ્વર નંદે આ સમારંભથી દૂર રહેવાનું એલાન પણ કરી દીધું છે. અન્ય શંકરાચાર્યોએ એલાન તો નથી કર્યું પણ એવું માનવામાં આવે છે કે એ લોકો પણ આ સમારંભથી દૂર જ રહેશે. 

રાજકીય પક્ષો જો આ સમારંભથી દૂર રહે તો તે માની લેવાય કારણ કે તેમણે પોતાની વોટ બેંકનું ધ્યાન રાખવું પડે પણ શંકરાચાર્ય આવા સમારંભથી દૂર કેમ? ચલો જોઈએ શંકરાચાર્યની મજબૂરી કેટલી અને કંઈ છે તે પણ નજર નાખીએ.

શંકરાચાર્યની નારાજગીના મુદ્દા જ્યોતિષ્પીઠના જગદગુરૂ શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી મહારાજે થોડા દિવસ પહેલાં જ રામ મંદિર બાબતે એક મોટુ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે, "અધુરા મંદિરમાં ભગવાનની પ્રાણપ્રતિષ્ઠા ન્યાયોચિત નથી અને ધર્મ તેની સંમતિ નથી આપતો. અમે વડાપ્રધાનના વિરોધી નથી. તેમના હિતેચ્છુ છીએ. એટલે એવી સલાહ આપીએ છીએ કે શાસ્ત્રો જેમાં સંમતિ આપે છે તેવા કાર્યો કરે."

તેમણે કહ્યું કે, "અગાઉ તત્કાલિન સ્થિતિને જોતાં મૂહુર્ત કર્યા વગર જ રામની મૂર્તિને 1992માં સ્થાપવામાં આવી હતી. પણ વર્તમાન સમયમાં સ્થીતિ અનુકુળ છે. એટલે યોગ્ય મુહૂર્ત અને સમયની રાહ જોવી જોઈએ. "

આટલું જ નહીં તેમણે રામ મંદિર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાય સહિત તમામ પદાધિકારીઓના રાજીનામાની માંગણી કરી. તેમને ચંપત રાયના એ નિવેદન સામે વાંધા આવ્યો જેમાં ચંપત રાય એવું બોલ્યા કે, "રામ મંદિર રામાનંદ સંપ્રદાય સાથે જોડાયેલા લોકોનું છે. શૈવ અને શાક્તનુ નથી." 

અવમુક્તેશ્વરાનંદ કહે છે કે શંકરાચાર્ય અને રામાનન્દ સંપ્રદાયના ધર્મશાસ્ત્ર અલગ અલગ નથી હોતા. તેમણે કહ્યું કે જો રામ મંદિર રામાનંદ સંપ્રદાયનું હોય તે તેમને સોંપી દેવું જોઈએ. ચારેય પીઠના શંકરાચાર્યને કોઈ રાગ-દ્વેષ નથી પણ શાસ્ત્રોની સંમત્તિ વગર મૂર્તિની સ્થાપના કરવી સનાતની પ્રજા માટે યોગ્ય નથી. શંકરાચાર્યએ કહ્યું કે નિર્મોહી અખાડાને પૂજા માટે અધિકાર આપવા સાથે જ રામાનંદ સંપ્રદાયને મંદિર વ્યવસ્થાની જવાબદારી સોંપી દેવી જોઈએ. 

જમન્નાથ પુરીના શંકરાચાર્ય સ્વામી નિશ્ચલાનંદ સરસ્વતીને તો પ્રધાનમંત્રી મોદી રામની મૂર્તિને સ્પર્શ કરે તેની જ સામે વાંધો છે. તેમણે વાંધો ઉપાડતા એવું કહ્યું કે, પ્રધાન મંત્રી ત્યાં લોકાર્પણ કરે, મૂર્તિને સ્પર્શ કરશે તો હું શું ત્યાં તાલી પાડીશ?

હિન્દુ ધર્મમાં શંકરાચાર્યનું મોટુ યોગદાન રહ્યું છે. આદિ શંકરાચાર્યે માત્ર 32 વર્ષની ઉંમરે આખા દેશનું ભ્રમણ કરી લીધું હતું.  ક્યાં બદ્રીનાથ અને ક્યાં શ્રૃગેરી પીઠ? સનાતનની પ્રતિષ્ઠા માટે દેશમાં ચારેય પીઠોની સ્થાપના કરવામાં આવી હતી તેમ છતાં હિન્દુ ધર્મમાં શંકરાચાર્યને ક્યારેય પોપ કે ખલીફા જેવી સ્વીકૃતિ અને માન - સન્માન નથી મળ્યું. આમ જોવા જઈએ તો જે હેતુસર આદિ શંકરાચાર્યએ પીઠોની સ્થાપના કરી હતી તેનો હેતુ બર આવ્યો નથી કારણ કે તેમના ઉત્તરાધિકારીઓએ તે રીતે કામ કર્યું નથી. જ્યારે ભારતમાં મોધલોનુ શાસન હતુ ત્યારે શંકરાચાર્ય પોત પોતાના મઠમાં છુપાઈને બેસી ગયા અને પછી મોધલો સાથે સમાધાન કરી લીધું. એટલું જ નહીં સનાતન ધર્મ માટેની જે રૂપરેખાઓ બનાવવામાં આવી હતી તેમાં આ લોકો વધારે જડ થતા ગયા. બંગાળમાં જ્યારે સાધુઓ દ્વારા અંગ્રેજોનો વિરોધ કરવામાં આવ્યો ત્યારે પણ શંકરાચાર્યનો કોઈ ઉલ્લેખ થયો નથી. સત્તાના રક્ષણમાં પોતાની ગાદી સંભાળી રાખવાની તેમની આદાત બની ગઈ હતી. હિન્દુ સમાજથી આ લોકો ઘણા દૂર થઈ ગયા હતા. 70ના દાયકામાં તો શંકરાચાર્ય કોણ બનશે તેનો નિર્ણય પણ તત્કાલિન વડાપ્રધાન ઈંદિરા ગાંધી કરતી હતી. 80ના દાયકામાં ફરી જ્યારે રામ મંદિરનો મુદ્દો ઉપસ્થિત થયો ત્યારે જનતા તો તે ઝૂંબેશમાં જોડાઈ પણ કોઈ શંકરાચાર્ય તેમા ના જોડાયા અને તેમનો હેતુ ભૈતિક સુખમાં જ રહ્યો. દેશમાં ધર્માંતરણનો મોટો મુદ્દો ઉભો થયો પણ જે લોકો પાછા આવવા માંગતા હતા તેમની શુદ્ધતાને લઈને એવા સવાલો ઉભા થયા કે ઘર વાપસી પણ શક્ય ના બની.