Happy New Year 2024: આખરે 1 જાન્યુઆરીએ જ કેમ મનાવવામાં આવે છે નવું વર્ષ? આવો છે ઈતિહાસ

આજના સમયમાં મોટાભાગના લોકો ઈંગ્લિશ કેલેન્ડરનો ઉપયોગ કરે છે અને અંગ્રેજી કેલેન્ડરમાં પહેલી જાન્યુઆરીના રોજ જ નવું વર્ષ મનાવવામાં આવે છે અને આખી દુનિયામાં ધામધામથી ઉજવણી થાય છે.

Share:

હાઈલાઇટ્સ

  • પહેલી જાન્યુઆરીએ નવું વર્ષ મનાવવા પાછળ કેટલાંક કારણો છે
  • આખા વિશ્વમાં અલગ અલગ રીતે તેની ઉજવણી થતી હોય છે
  • ખ્રીસ્તી ધર્મના પ્રચારની સાથે પહેલી જાન્યુઆરીએ નવું વર્ષ શરુ થયુ

Happy New Year 2024: શું તમે જાણો છો દર વર્ષે 25 ડિસેમ્બર એટલે કે ક્રિસમસ બાદ પહેલી જાન્યુઆરીના રોજ નવું વર્ષ મનાવવામાં આવે છે. આપ બીજા કોઈ મહિનામાં કેમ નવું વર્ષ ઉજવતા નથી. દર વર્ષની જેમ 2023નું વર્ષ પુરુ થવા જઈ રહ્યું છે અને 2024ની શરુઆત થવા જઈ રહી છે. ત્યારે પહેલી જાન્યુઆરીએ નવું વર્ષ મનાવવામાં આવે છે એ પાછળ કેટલોક ઈતિહાસ છે. ત્યારે આવો જાણીએ એ પાછળનું કારણ. 

રોમન કેલેન્ડર 
સૌથી પહેલાં નવા વર્ષની શરુઆત 45 BCEમાં થઈ હતી. સામાન્ય રીતે માનવામાં આવે છે કે, પહેલી જાન્યુઆરીએ નવું વર્ષ મનાવવા પાછળની પરંપરા પ્રાચીન રોમન કલેન્ડર સાથે સંકળાયેલું છે. એ સમયે રોમન કેલેન્ડર માર્ચ મહિનાથી શરુ થતુ હતુ. એક વર્ષમાં કુલ 355 દિવસ હોય છે. જેમાં રોમન ડિક્ટેટર જુલિયસ સીઝરે પહેલી જાન્યુઆરીના રોજ નવું વર્ષ મનાવ્યું હતું. જૂલિયસ સીઝરે આ કલેન્ડરમાં કેટલાંક ફેરફાર કર્યા. આ કેલેન્ડરમાં વર્ષની શરુઆતમાં જાન્યુઆરીના પહેલા દિવસથી મનાવવામાં આવે છે. શિયાળાની શરુઆત પણ આ સમયે થાય છે. જેને નવા વર્ષ પર નવી શરુઆતનું પ્રતિક માનવામાં આવે છે. 

11 દિવસ ઉજવણી
તો પોપ ગ્રેગોરીએ જૂલિયન કેલેન્ડરમાં સુધારો કર્યો અને જાન્યુઆરી મહિનાનો પહેલો દિવસ નક્કી કર્યો. એટલા માટે 25 ડિસેમ્બરને ઈસા મસીહના જન્મ બાદ પહેલી જાન્યુઆરીના રોજ નવું વર્ષ મનાવવાં આવે છે. સાથે જ એક માન્યતા છે કે 4000 વર્ષ પહેલાં પ્રાચીન બેબીલોનિયન સભ્યતા દરમિયાન નવું વર્ષ 11 દિવસ સુધી ઉજવવામાં આવતું હતું. 

ખ્રીસ્તી ધર્મનો પ્રભાવ
ખ્રીસ્તી ધર્મના પ્રચારની સાથે પહેલી જાન્યુઆરીએ નવુ વર્ષ મનાવવાની પરંપરા પણ શરુ થઈ ગઈ. આમ તો એક કેથલિક ઉત્સવ છે. એટલા માટે ખ્રીસ્તી સમુદાયમાં આ તારીખને ખાસ માનવામાં આવે છે. તો શિખ ધર્મની માન્યતાઓ મુજબ હોળીના દિવસે નવું વર્ષ મનાવવામાં આવે છે. હિન્દુ ધર્મ મુજબ, દર વર્ષે ચૈત્ર માસના શુક્લ પક્ષની તિથીએ નવા વર્ષની શરુઆત થઈ હતી. એ પાછળનું કારણ એવું માનવમાં આવે છે કે હિન્દુ ધર્મ મુજબ બ્રાહ્માજીએ પૃથ્વીની રચના ચૈત્ર માસના શુક્લ પક્ષના દિવસે કરી હતી. સાથે જ મુસ્લિમ ધર્મમાં ઈસ્લામિક કેલેન્ડરના હિસાબે નવું વર્ષ મનાવવામાં આવે છે. એટલા માટે આ દિવસને નવા વર્ષ તરીકે મનાવવામાં આવે છે. 

ગ્લોબલ કેલેન્ડર સિસ્ટમ 
પહેલી જાન્યુઆરીના રોજ નવા વર્ષની ઉજવણી પાછળની પરંપરાનું એક કારણ એ પણ છે કે, મોટાભાગના દેશોએ ગ્રેગોરિયન કેલેન્ડર અપનાવી લીધું. આ કેલેન્ડરમાં પણ નવા વર્ષની શરુઆત પહેલી જાન્યુઆરીએ થાય છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ટ્રેડ અને સંચારને સુગમ બનાવવા માટે પહેલી જાન્યુઆરીના રોજ નવું વર્ષ મનવવામાં આવે છે. 

આ પણ કારણ છે 
જો કે, વિશ્વના વિવિધ દેશોમાં અલગ અલગ દિવસે નવું વર્ષ મનાવવાની પરંપરા છે. જેમ કે ચીનમાં ચાંદના હિસાબે કેલેન્ડર મુજબ નવું વર્ષ મનાવવામાં આવે છે. જે જાન્યુઆરીમાં હોય અને ના પણ હોય. ભારતમાં પણ અનેક તહેવારો જેમ કે લોહડી, ઉગાદી અને ગુડી પડવા મુજબ નવા વર્ષની જેમ ઉજવવામાં આવે છે. પરંતુ તેની તારીખો અલગ અલગ હોય છે.