કેટલા વાગે જાગશે અને ક્યારે દર્શન આપશે શ્રીરામ, જાણો આરતી-ભોગ અને આરામનો નો સમય

દરરોજ સવારે 8 વાગ્યાથી ભગવાન રામના દર્શન થશે. લગભગ બપોરે 1 વાગ્યા સુધી સતત દર્શન થઈ શકશે. આ પછી મધ્યાહન ભોગ આરતી થશે. ત્યારબાદ બપોરે 1 વાગ્યાથી 3 વાગ્યા સુધી દર્શન બંધ રહેશે. આ સમય દરમિયાન ભગવાન આરામ કરશે. ત્યારબાદ બપોરે 3 થી 10 વાગ્યા સુધી ભગવાન રામના અવિરત દર્શન કરી શકાશે. દરમિયાન સાંજે 7 કલાકે સાંજની આરતી થશે. આ દરમિયાન રામલલાને દર કલાકે ફળ અને દૂધ ચઢાવવામાં આવશે.

Share:

22 જાન્યુઆરી 2024ના રોજ અયોધ્યામાં ઈતિહાસ નોંધાયો છે. આખરે એ સમય આવી ગયો જેની 500 વર્ષથી રાહ જોવાતી હતી. નવનિર્મિત ભવ્ય રામ મંદિરમાં રામ લલ્લાની નવી મૂર્તિના ધાર્મિક વિધિથી અભિષેક કર્યા બાદ રામ લલ્લા દરરોજ તેમના ભક્તોને દર્શન આપશે. રામ મંદિરના મુખ્ય પૂજારી સત્યેન્દ્ર દાસે આ અંગે કેટલીક મહત્વપૂર્ણ માહિતી આપી છે. જેમાં રામ લલ્લાના દર્શનના સમય સહિત સૂવા અને જાગવા, સ્નાન, શ્રૃંગાર, પ્રસાદ વગેરેનો પણ ઉલ્લેખ છે.

દરરોજ સવારે 4 વાગે જાગશે રામલલા
અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા બાદ એટલે કે 23 જાન્યુઆરીથી રામ મંદિરમાં રામલલાની પૂજા કરવાના નિયમો નક્કી કરવામાં આવ્યા છે. તેના આધારે ભગવાનના રોજ ભજન-પૂજા, શ્રૃંગાર-દર્શન વગેરે થશે. આ માટે શ્રી રામોપાસના નામનો કોડ પણ બનાવવામાં આવ્યો છે.

દરરોજ સવારે 3 વાગ્યાથી ભગવાન રામની પૂજા અને શણગારની તૈયારીઓ થશે. ગર્ભગૃહની સફાઈ કરવામાં આવશે. આ પછી 4 વાગ્યે રામલલાની બંને મૂર્તિઓ અને શ્રીયંત્રને મંત્રોચ્ચાર સાથે જગાડવામાં આવશે. ત્યારપછી મૂર્તિઓના અભિષેક અને શણગાર બાદ અર્પણ કરવામાં આવશે. આ પછી મંગળા આરતી થશે. આ કામ 4:30 થી 5 સુધીમાં પૂર્ણ થશે.

સવારે 8 વાગ્યાથી થશે દર્શન 
દરરોજ સવારે 8 વાગ્યાથી ભગવાન રામના દર્શન થશે. લગભગ બપોરે 1 વાગ્યા સુધી સતત દર્શન થઈ શકશે. આ પછી મધ્યાહન ભોગ આરતી થશે. ત્યારબાદ બપોરે 1 વાગ્યાથી 3 વાગ્યા સુધી દર્શન બંધ રહેશે. આ સમય દરમિયાન ભગવાન આરામ કરશે. ત્યારબાદ બપોરે 3 થી 10 વાગ્યા સુધી ભગવાન રામના અવિરત દર્શન કરી શકાશે. દરમિયાન સાંજે 7 કલાકે સાંજની આરતી થશે. આ દરમિયાન રામલલાને દર કલાકે ફળ અને દૂધ ચઢાવવામાં આવશે.

આ જૂની પરંપરાઓ ચાલુ રહેશે
રામલલાના દર્શન, પૂજા, આરતી અને શણગાર સંબંધિત કેટલીક જૂની પરંપરાઓ ચાલુ રહેશે. આ અંતર્ગત નવા મંદિરમાં પણ રામ લલ્લાની પાંચ વખત આરતી, અઠવાડિયાના દિવસ પ્રમાણે તેમના ડ્રેસનો રંગ વગેરે જેવી પરંપરાઓ ચાલુ રહેશે. 1949માં દેખાયા શ્રી રામ લલ્લાના કપડાંનો રંગ હંમેશા દિવસ પ્રમાણે જ રહ્યો છે.

ક્યારે પહેરશે કયા કપડાં
આ અંતર્ગત રામલલ્લા સામાન્ય દિવસોમાં સફેદ વસ્ત્રો અને સોમવારે ખાસ પ્રસંગોએ પીળા વસ્ત્રો પહેરશે. રામ લલ્લા મંગળવારે લાલ, બુધવારે લીલો, ગુરુવારે પીળો, શુક્રવારે હળવો પીળો અથવા ક્રીમ રંગ, શનિવારે વાદળી અને રવિવારે ગુલાબી રંગના કપડાં પહેરશે.

Tags :