રાહુલ અને સોનિયા ગાંધી શું જમે છે? પોતાના કિચનની દુનિયાથી લોકોને કર્યા વાકેફ

વિદેશથી પરત ફર્યા બાદ સોનિયા ગાંધીને દાળ અને ભાત ખાવાનું ગમે છે. રાહુલ ગાંધીએ સોનિયા ગાંધી સાથે યુટ્યૂબ પર એક વીડિયો શેર કર્યો છે અને તેમાં તેઓ બંને મુરબ્બો બનાવતા નજરે પડી રહ્યા છે.

Share:

હાઈલાઇટ્સ

  • રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીએ બનાવ્યો વીડિયો
  • સોનિયા ગાંધીને વિદેશથી આવ્યા બાદ ભાવે છે દાળ-ભાત
  • બંનેએ મુરબ્બો બનાવ્યો હતો અને તેનો ટેસ્ટ કર્યો હતો

નવી દિલ્હીઃ શું તમે એ વાત જાણો છો કે રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી શું જમે છે. તેમની ગમતી ડિશ કઈ છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ દુનિયાને પોતાના કિચનથી વાકેફ કર્યા હતા. વિદેશથી પરત ફર્યા પછી સોનિયા ગાંધી વિવિધ વ્યંજન ખાવાનું પસંદ કરે છે. તેમને દાળ અને ભાત ખાવા ગમે છે. નવા વર્ષની પૂર્વ સંધ્યાએ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ યુટ્યૂબ ચેનલ પર એક વીડિયો જાહેર કર્યો છે અને તેમાં તેઓએ પોતાની જમવાની વાત કરી છે. વીડિયોમાં તેઓ મુરબ્બો બનાવતા નજરે પડી રહ્યા છે. 

મા, યાદો અને મુરબ્બો 
આ હેડિંગ સાથેના એક વીડિયોમાં મા અને દીકરો પોતાના ભોજનની હળવી મજાક કરતા નજરે પડ્યા હતા. મુરબ્બો બનાવતી વખતે રાહુલ ગાંધી કહે છે કે ભાજપના લોકો જામ લેવા માગતા હોય તો લઈ શક છે. તમે શું કહો છો મમ્મી. એના પર સોનિયા ગાંધીએ કહ્યું કે તેઓ એને આપણા પર ફેંકી દેશે. રાહુલ ગાંધીએ હસીને કહ્યું કે, એ વાત સારી છે, આપણે તેને ફરીથી ઉઠાવીશું. વીડિયોમાં રાહુલ ગાંધી સંતરા ફોલવાથી માંડીને તેનો મુરબ્બો બનાવવાની રેસીપી વિશે વાત કરી રહ્યા છે. 

રાહુલ ખૂબ ધ્યાન રાખે છે 
પાંચ મિનિટથી વધુ લાંબા આ વીડિયોમાં સોનિયા ગાંધી કહી રહ્યા છે કે, રાહુલ જિદ્દી છે અને હું પણ. એ તો તમે સમજી શકો છો. તે મારુ ખૂબ ધ્યાન રાખે છે. ખાસ કરીને જ્યારે હું સારી ન હોઉં ત્યારે. રાહુલ અને પ્રિયંકા બંને મારું ધ્યાન રાખે છે. જો કે, સોનિયા ગાંધીની માતા ગાંધી પરિવારના કાશ્મીરી સંબંધીઓ પાસેથી કેટલાંક ભોજન બનાવવાની રીતે શીખી હતી. 

અથાણુ ખૂબ ભાવે છે 
રાહુલ ગાંધીએ કહ્યું કે, હવે તેમને અથાણુ ખૂબ જ ગમે છે. સોનિયા ગાંધીએ કહ્યું કે, આ બનાવવામાં મને થોડો સમય લાગ્યો પણ ખરેખરમાં તે મને ખૂબ જ પસંદ છે. જ્યારે પણ વિદેશથી પરત ફરું ત્યારે મને દાળ અને ભાત ખાવા ગમે છે.  આ વીડિયોના અંતમાં બંનેને કાચના વાસણમાં મુરબ્બો ભરતા જોઈ શકાય છે. છેલ્લે એવી કોમેન્ટ પણ કરે છે કે, આને મિત્રો અને પરિવારજનોને મોકલવા માટે તૈયાર કરવામાં આવ્યું છે.