આજથી શરૂ થઈ ગઈ લગ્નસરાની સીઝનઃ જાણો કઈ તારીખોએ છે શુભ મુહૂર્ત!

15 ડિસેમ્બર 2023 બાદ કમૂર્તાના કારણે શુભ મુહૂર્તો નહોતા. ત્યારે હવે આજથી શુભ મુહૂર્તો શરૂ થઈ ગયા છે. જાણકારો અનુસાર આ વર્ષે 29 ફેબ્રુઆરી સુધીના મુહૂર્તો એકદમ શુભ અને ખાસ છે. જ્યારે કૂલ શુભ મુહૂર્ત 6 માર્ચ સુધી છે.

Share:

હાઈલાઇટ્સ

  • જાન્યુઆરીથી લઈને માર્ચ સુધી હવે કેટલાય શુભ મુહૂર્ત છે
  • 15 ડિસેમ્બર 2023 બાદ કમૂર્તાના કારણે શુભ મુહૂર્તો નહોતા. ત્યારે હવે આજથી શુભ મુહૂર્તો શરૂ થઈ ગયા છે

વર્ષ 2024 ની લગ્નસરાની સીઝન આજથી એટલે કે 16 માર્ચથી શરૂ થઈ ગઈ છે. જાન્યુઆરીથી લઈને માર્ચ સુધી હવે કેટલાય શુભ મુહૂર્ત છે. આ દરમિયાન હજારોની સંખ્યામાં લગ્નો થશે. આના માટે મેરેજ હોમથી લઈને બેન્કવેટ હોલ અને હોટલોનું પણ બુકિંગ થઈ ગયું છે. 

15 ડિસેમ્બર 2023 બાદ કમૂર્તાના કારણે શુભ મુહૂર્તો નહોતા. ત્યારે હવે આજથી શુભ મુહૂર્તો શરૂ થઈ ગયા છે. જાણકારો અનુસાર આ વર્ષે 29 ફેબ્રુઆરી સુધીના મુહૂર્તો એકદમ શુભ અને ખાસ છે. જ્યારે કૂલ શુભ મુહૂર્ત 6 માર્ચ સુધી છે. ત્યારબાદ ફરીથી લગ્ન માટેના શુભ મુહૂર્તો નહીં હોય અને વર્ષના અંતમાં નવેમ્બરથી પછી લગ્નસરાની સીઝનનો પ્રારંભ થશે. 

દિલ્હીની વાત કરીએ તો લગ્ન પ્રસંગોમાં ફટાકડા ફોડવાનો ઘણો ક્રેઝ છે. જો કે, પ્રદૂષણને ધ્યાનમાં રાખીને, દિલ્હી પ્રદૂષણ નિયંત્રણ સમિતિ (DPCC) એ અગાઉ રાજધાની ક્ષેત્રમાં ફટાકડાના વેચાણ અને સળગાવવા પર પ્રતિબંધ મૂક્યો હતો, જે હવે 1 જાન્યુઆરીએ સમાપ્ત થઈ ગયો છે. આ પ્રતિબંધ હટતાની સાથે જ દિલ્હીનું ફટાકડા બજાર પણ તૈયાર થઈ ગયું છે. પરંતુ તમને જણાવી દઈએ કે GARP-III સ્ટેજ દિલ્હીમાં લાગુ કરવામાં આવ્યો છે.
શુભ સમય ક્યારે છે?
• જાન્યુઆરી: 16, 17, 20, 21, 22, 27, 28, 29, 31
• ફેબ્રુઆરીઃ 3, 4, 6, 7, 12, 13, 16, 17, 24, 25, 26, 28, 29
• માર્ચઃ 1, 2, 3, 4, 5, 6