Viral Video: મુંબઈમાં કાળી કીડીઓ સાથે સજાવેલું કોકટેલ પી રહ્યો છે શખ્સ

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર વાયરલ થઈ રહેલો આ વિડીયો કન્ટેન્ટ ક્રીએટર નીતિન તિવારીએ બનાવ્યો છે

Share:

વિશ્વભરમાં ખાવા-પીવા સાથે જોડાયેલી કેટલીય અજીબો-ગરીબ વસ્તુઓને પસંદ કરવામાં આવે છે. હવે આપણા ત્યાં પણ કંઈક આવું જ થવા લાગ્યું છે. આપે કોકટેલની પીવાની મજા તો કેટલીય વાર લીધી હશે પરંતુ શું આપે ક્યારેય કાળી કીડીઓ સાથે સજાવેલું કોકટેલ પીધું છે? જી હાં, આ વાત સાંભળીને પહેલા તો આપ ચોંકી જશો પરંતુ સોશિયલ મીડિયા પર અત્યારે આ કોકટેલ વાયરલ થઈ રહ્યું છે. વિડીયોમાં દેખાઈ રહેલો આ શખ્સ કાળી કીડીઓ સાથે ગાર્નિશ કરેલું કોકટેલ પી રહ્યો છે. શખ્સ દ્વારા આ વિડીયો મુંબઈમાં બનાવવામાં આવ્યો હતો. આ વિડીયો સોશિયલ મીડિયા પર અત્યારે તેજીથી વાયરલ થઈ રહ્યો છે. 

 

ઈન્સ્ટાગ્રામ પર કન્ટેન્ટ ક્રીએટર છે આ શખ્સ! 
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર વાયરલ થઈ રહેલો આ વિડીયો કન્ટેન્ટ ક્રીએટર નીતિન તિવારીએ બનાવ્યો છે. તેઓ દેશભરમાં ફરીને ગજબ પ્રકારના ડ્રિંક્સ અને તે ક્યાં મળે છે તેના વિશે જાણકારી આપે છે. તાજેતરમાં તેના દ્વારા પોસ્ટ કરવામાં આવેલી વિડીયોમાં કેપ્શન લખ્યું છે... “સીફાહ પર કીડીઓ સાથે કોકટેલ”

વિડીયોમાં જોઈ શકાય છે કે, એક ગ્લાસમાં સફેદ રંગનું ડ્રિંક ભરેલું છે અને ગ્લાસના ઉપરી ભાગમાં કેટલીક કાળી કીડીઓ ચોંટેલી છે. આ દરમિયાન વિડીયો બનાવનારા નીતિન તિવારી આ કીડીઓ વાળુ ડ્રીંક પી રહ્યો છે. વિડીયોને થોડા મહિના પહેલા શેર કરવામાં આવ્યો હતો.

સોશિયલ મીડિયા પર વાયરલ થનારા કિડીઓ વાળા કોકટેલના આ વિડીયોને લઈને યુઝર્સની કેટલીક કમેન્ટ્સ પણ સામે આવી છે. કેટલાક યુઝર્સે આ પ્રકારના ડ્રિંક્સને વખોડી દેવામાં આવ્યું છે. તો કેટલાક લોકોએ આ વિડીયો પર રસપ્રદ કમેન્ટ્સ પણ આપી છે. એક યુઝરે લખ્યું કે, આ લોકોએ કીડીઓ સાથે રોસ્ટ કર્યું છે અથવા ક્રંચ કરી નાંખ્યું છે. આના પર તિવારીએ જવાબમાં લખ્યું કે, હું વિચારું છું કે રોસ્ટ કર્યું છે. એક અન્યએ લખ્યું કે, ટ્રાઈ ઈંટ.... આ એક અલગ અનુભવ છે. તો એક યુઝરે લખ્યું કે, ના... ક્યારેય નહી!