રામ મંદિરના આંદોલનના મુખ્ય નેતા વિનય કટિયારને પણ આમંત્રણ નહીં

આગામી 22 જાન્યુઆરીના રોજ ભગવાન રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્વસવ છે અને તેમાં અનેક લોકોને આમંત્રણ આપવામાં આવ્યું છે.

Share:

હાઈલાઇટ્સ

  • રામ મંદિરના આંદોલનકારી નેતા વિનય કટિયારને આમંત્રણ નહીં
  • પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમા આમંત્રણ મળ્યું નથી
  • રાહુલ-સોનિયા ગાંધી પણ આ કાર્યક્રમમાંથી બાકાત

Ayodhya Ke Ram: અયોધ્યામાં રામ મંદિરના ઉદ્ઘાટનની તૈયારી ચાલી રહી છે. આગામી 22 જાન્યુઆરીના રોજ અહીં પ્રાણ પ્રતિષ્ઠા છે અને તેની હાલ પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે. પીએમ મોદી પણ આ ઉદ્ઘાટન સમારોહમાં મુખ્ય મહેમાન તરીકે હાજર રહેવાના છે. મંદિરના ટ્રસ્ટ દ્વારા દેશના જાણીતા લોકોને આમંત્રણ આપવામાં આવ્યું છે. ત્યારે આમાં કેટલાંક એવા પણ છે તે તેમને આમંત્રણ મળ્યું નથી. જેમાં રામ મંદિરના આંદોલનના મુખ્ય નેતા વિનય કટિયારને આમંત્રણ મળ્યું નથી. 

વિનય કટિયારને આમંત્રણ નહીં 
ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠાનું આયોજન થયુ છે અને એના માટે અનેક હસતીઓને આમંત્રણ આપવામાં આવ્યું છે. દેશના અનેક મુખ્ય નેતાઓને આમા આમંત્રણ આપવામાં આવ્યું છે અને કટેલાંકને નહીં. ત્યારે કેટલાંક મીડિયા રિપોર્ટમાં એવું કહેવામાં આવ્યું છે કે, કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, કોંગ્રેસના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધી, અધીર રંજન ચૌધરી અને બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારને આમંત્રણ મળ્યું છે. આ સિવાય પૂર્વ પીએમ મનમોહન સિંહ, એચડી દેવગોડાને પણ આમંત્રણ મળ્યુ છે. 

રાહુલ-સોનિયા પણ બાકાત
હવે એવા રિપોર્ટ સામે આવ્યા છે કે, રામ મંદિર આંદોલનના મુખ્ય નેતા વિનય કટિયારને આમંત્રણ મળ્યું નથી. ધ હિંદુના રિપોર્ટ મુજબ, રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘના 25 જેટલાં સભ્યોને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. જો કે, યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને પણ આમંત્રણ મળ્યું છે. આ સિવાય ભાજપના વરિષ્ઠ નેતા લાલ કૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશીને પણ આમંત્રણ છે. જો કે, રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીને પણ આમંત્રણ મળ્યું નથી.