યુવતીએ Instagram પર 'વટ' પાડવા જાહેરમાં પિસ્તોલ લહેરાવતો વિડીયો બનાવ્યોઃ થઈ ધરપકડ!

તપાસમાં ખ્યાલ આવ્યો કે, વિડીયોમાં ઉપયોગમાં આવેલી પીસ્તોલ નકલી હતી અને આને શિવાનીએ એમેઝોનમાંથી મંગાવી હતી.

Share:

રાજસ્થાનના અજમેરથી એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં એક છોકરીને પિસ્ટ લહેરાવતા અને ગોળી ચલાવતા જોઈ શકાય છે. વિડીયો આના સાગર તળાવનો હોવાનું કહેવાઈ રહ્યું છે. પોલીસે શિવાની નામની આ છોકરીની અટકાયત કરી છે. આ છોકરીએ આ વિડીયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને રોફ જમાવવાનો પ્રયત્ન કર્યો હતો. તપાસમાં ખ્યાલ આવ્યો કે, વિડીયોમાં ઉપયોગમાં આવેલી પીસ્તોલ નકલી હતી અને આને શિવાનીએ એમેઝોનમાંથી મંગાવી હતી. આ વિડીયો તેજીથી વાયરલ થઈ ગયો હતો અને એટલે જ અધિકારીઓએ કાર્યવાહી કરવી પડી. 

ક્રિશ્ચિયન ગંજ પોલીસ સ્ટેશને સાયબર ક્રાઈમ યુનિટની મદદથી શિવાનીને તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ દ્વારા ટ્રેક કરી હતી. તે જ્યારે પકડાઈ ત્યારે તેની ઓળખ અજમેરના બાલુપુરાની રહેવાસી તરીકે થઈ હતી. કસ્ટડીમાં લીધા બાદ શિવાનીની પૂછપરછ કરવામાં આવી તો સામે આવ્યું કે વીડિયોમાં જે હથિયારનો ઉપયોગ કરવામાં આવ્યો છે તે અસલી બંદૂક નથી.

વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે એક છોકરી હાથમાં પિસ્તોલ પકડીને હવામાં લહેરાવી રહી છે. તેને હવામાં લહેરાવ્યા પછી, તેણીએ તે બંદૂકને 7 વખત ફાયર કર્યું. આ પછી તે આ જ પિસ્તોલ લઈને રોડ ક્રોસ કરતી જોવા મળે છે. ફાયરિંગનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં મામલો પોલીસના ધ્યાને આવ્યો હતો.