Video: શ્રીનગરના ઐતિહાસીક લાલ ચોક ખાતે નવા વર્ષની અદભૂત ઉજવણી

જમ્મુ-કાશ્મીરમાં પણ New Year સેલીબ્રેશનને લઈને લોકોમાં ખાસ્સો ઉત્સાહ જોવા મળ્યો. 

Share:

વિશ્વ આખાએ 31st ની જોરદાર ઉજવણી કરી અને નવા વર્ષના ધામધૂમથી વધામણા કર્યા. ભારતના પણ અલગ-અલગ ભાગોમાં વિવિધ રીતે લોકોએ સેલીબ્રેશન કર્યું. ત્યારે જમ્મુ-કાશ્મીરમાં પણ New Year સેલીબ્રેશનને લઈને લોકોમાં ખાસ્સો ઉત્સાહ જોવા મળ્યો. 

Shrinagar

શ્રીનગરના ઐતિહાસીક લાલ ચોક ટાવર પાસે મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા હતા. અહીંયા એક સાથે હજારો લોકોએ ઉજવણી કરી. અહીંયા ખાસ પ્રકારના સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. અહીંયા યોજાયેલા સાંસ્કૃતિક કાર્યક્રમને હજારો લોકોએ નિહાળ્યો હતો.