Video: ઓડિશાના જંગલમાંથી મળી આવ્યા 4 દુર્લભ Black Tiger, લોકો થયા આશ્ચર્યચકિત

જે લોકો આ વાઘની પ્રજાતીથી અજાણ છે કે, તેમને જણાવી દઈએ કે આને બ્લેક ટાઈગર કહેવામાં આવે છે. રોયલ બેંગોલ ટાઈગરની તુલનામાં આ વાઘના શરીર પર કાળા રંગના પટ્ટા વધારે જાડા અને ઘાટા હોય છે.

Share:

હાઈલાઇટ્સ

  • પ્રકૃતિ આપણને આશ્ચર્યચકીત કરવામાં ક્યારેય નિષ્ફળ જતી નથી
  • વન વિભાગ દ્વારા લગાવવામાં આવેલા ગુપ્ત કેમેરાએ દુર્લભ વાઘના આશ્ચર્યજનક દ્રશ્યને કેદ કરી લીધું

ઓડિશાના જંગલમાં ચાર જેટલા દુર્લભ બ્લેક ટાઈગર કેમેરામાં કેદ થયા છે. ઓડિશાના મુખ્ય વન સંરક્ષક સુશાંત નંદાએ તાજેતરમાં જ આ 4 વાઘનો વિડીયો X (જૂનું ટ્વીટર) પર શેર કર્યો છે. X (જૂનું ટ્વીટર) પર વિડીયો શેર કરતા નંદાએ લખ્યું કે, પ્રકૃતિ આપણને આશ્ચર્યચકીત કરવામાં ક્યારેય નિષ્ફળ જતી નથી. આ દુર્લભ તસવીર છે. આ તસવીરો ઓડિશાના જંગલમાંથી કેપ્ચર થઈ છે. 

વન વિભાગ દ્વારા લગાવવામાં આવેલા ગુપ્ત કેમેરાએ દુર્લભ વાઘના આશ્ચર્યજનક દ્રશ્યને કેદ કરી લીધું છે. નંદા દ્વારા વિડીયો ઓનલાઈન શેર કર્યા બાદ પશુપ્રેમીઓ ખુશ થઈ ગયા છે. સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા આ વિડીયોને ખૂબજ પસંદ કરવામાં આવી રહ્યો છે. 

જો કે, નંદાએ એ જંગલના એ વિસ્તારનો ઉલ્લેખ નથી કર્યો કે જ્યાં આ વાઘ જોવા મળ્યા છે. પરંતુ સોશિયલ મીડિયા યુઝર્સ આ વિડીયો સિમિલિપાલ ટાઈગર રિઝર્વનો હોવાનું માની રહ્યા છે. 

જે લોકો આ વાઘની પ્રજાતીથી અજાણ છે કે, તેમને જણાવી દઈએ કે આને બ્લેક ટાઈગર કહેવામાં આવે છે. રોયલ બેંગોલ ટાઈગરની તુલનામાં આ વાઘના શરીર પર કાળા રંગના પટ્ટા વધારે જાડા અને ઘાટા હોય છે. અને એટલા માટે જ આ વાઘ બ્લેક ટાઈગર તરીકે પણ ઓળખાય છે.