આવતીકાલથી વાઈબ્રન્ટ ગુજરાતનો આરંભ: ગુજરાતના ભાવીને લઈને સમિટ પાસેથી અનેક અપેક્ષાઓ!

10 જાન્યુઆરીથી ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ યોજાશે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ ઈવેન્ટનું ઉદ્ઘાટન કરશે.

Share:

હાઈલાઇટ્સ

  • વડાપ્રધાન ગ્લોબલ ફિનટેક લીડરશિપ ફોરમ દરમિયાન પ્રભાવશાળી વ્યવસાયિક વ્યક્તિઓ સાથે વાર્તાલાપ કરવા માટે ગિફ્ટ સિટી જશે.
  • આ વર્ષે ગુજરાત સરકાર સમીટ દરમિયાન અસંખ્ય MOU પર સાઈન કરે તેવી અપેક્ષા

10 જાન્યુઆરીથી ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ યોજાશે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ ઈવેન્ટનું ઉદ્ઘાટન કરશે. વર્ષ 2003 માં ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આની કલ્પના કરવામાં આવી હતી. ત્યારે 2024 માં અત્યારે એવો સમય આવી ગયો છે કે, ગુજરાતની વાઈબ્રન્ટ સમીટ આખા વિશ્વમાં લોકપ્રીય બની છે. આ એક પ્રખ્યાત મંચ છે કે જે વ્યાવસાયીક જોડાણને પ્રોત્સાહન આપે છે. આ સિવાય અહીંયા જ્ઞાનનું આદાન-પ્રદાન થાય છે, મોટી અને મહત્વની ડિલ્સ થાય છે.

બુધવારે, લગભગ સવારે 9.45 વાગ્યે, PM મોદી ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024નું ઉદ્ઘાટન કરવાના છે. આ પછી, તેઓ અગ્રણી વૈશ્વિક કોર્પોરેશનોના CEO સાથે ચર્ચામાં જોડાશે. બાદમાં લગભગ 5.15 વાગ્યાની આસપાસ, વડાપ્રધાન ગ્લોબલ ફિનટેક લીડરશિપ ફોરમ દરમિયાન પ્રભાવશાળી વ્યવસાયિક વ્યક્તિઓ સાથે વાર્તાલાપ કરવા માટે ગિફ્ટ સિટી જશે.

વાઈબ્રન્ટમાંથી શુ અપેક્ષિત છે?

  • વર્ષોથી, વાઈબ્રન્ટ ગુજરાત સમિટ વૈશ્વિક પ્લેટફોર્મ તરીકે વિકસિત થઈ છે, જેમાં 135 દેશો અને 2000 થી વધુ પ્રદર્શકોની ભાગીદારી જોવા મળી છે. આ વર્ષની સમિટમાં યુએઈના પ્રમુખ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન સહિત વૈશ્વિક નેતાઓ આકર્ષાયા હતા. 
  • 34 ભાગીદાર દેશો અને 16 ભાગીદાર સંગઠનો સાથે, આ વર્ષની સમિટ વ્યાપક વૈશ્વિક સહભાગિતાના સાક્ષી બનવા માટે તૈયાર છે. વધુમાં, ઉત્તર-પૂર્વ ક્ષેત્રના વિકાસ મંત્રાલયનો હેતુ ઉત્તર-પૂર્વીય પ્રદેશોમાં રોકાણની સંભાવનાઓ દર્શાવવા માટે પ્લેટફોર્મનો સદઉપયોગ કરવાનો છે.
  • આ સમિટમાં ઇન્ડસ્ટ્રી 4.0, ટેક્નોલોજી, સસ્ટેનેબલ મેન્યુફેક્ચરિંગ, ગ્રીન હાઇડ્રોજન, ઇલેક્ટ્રિક મોબિલિટી, રિન્યુએબલ એનર્જી અને ટકાઉપણું તરફનો માર્ગ જેવા વૈશ્વિક સ્તરે સંબંધિત વિષયો પર સેમિનાર અને સમીટ જેવી વિવિધ ઇવેન્ટ્સ રજૂ કરવામાં આવશે.
  • ડિફેન્સ એક્સેલન્સ-ડિફેન્સ ઈનોવેશન ઓર્ગેનાઈઝેશન (iDEX-DIO) માટે ઈનોવેશન્સ માનવરહિત સોલ્યુશન્સ, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ, સાયબર સિક્યુરિટી, એડવાન્સ મટિરિયલ્સ વગેરેમાં ભાવિ તકનીકો પ્રદર્શિત કરશે. 
  • આ વર્ષે ગુજરાત સરકાર સમીટ દરમિયાન અસંખ્ય MOU પર સાઈન કરે તેવી અપેક્ષા છે. આમ પણ પહેલાથી જ ગુજરાત FDI માટે એક ચુંબક રહ્યું છે. છેલ્લા બે દશકમાં 55 બિલીયન અમેરિકી ડોલરનું રોકાણ આવ્યું છે. માત્ર વર્ષ 2022-23 માટે 4.9 બિલિયન અમેરિકી ડોલરનું FDI આવ્યું છે. 
  • 2019ની વાઈબ્રન્ટ સમીટમાં 28,360 પ્રોજેક્ટ્સ અને મેમોરેન્ડમ ઑફ અન્ડરસ્ટેન્ડિંગ (એમઓયુ) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા, જે સમિટના વધતા મહત્વને દર્શાવે છે.