ઉસ્માન ખ્વાજા પર પર્થ ટેસ્ટમાં કાળી પટ્ટી બાંધીને રમવાનો આરોપઃ ICC એ લગાવી ફટકાર!

ઉસ્માન ખ્વાજા પર કોઈપણ પ્રકારની મંજૂરી લીધા વગર જ પર્થમાં પાકિસ્તાન ક્રિકેટ ટીમ વિરૂદ્ધ પહેલી ટેસ્ટમાં કાળી પટ્ટી બાંધી હતી

Share:

હાઈલાઇટ્સ

  • ખ્વાજા પર કપડા અને ઉપકરણ નિયમોના ક્લોઝ F નું ઉલ્લંઘન કરવાના આરોપ લાગ્યા
  • આ પ્રકારના પહેલા અપરાધ માટે સજા તરીકે માત્ર ફટકાર લગાવવામાં આવે છે

ઉસ્માન ખ્વાજા પર કોઈપણ પ્રકારની મંજૂરી લીધા વગર જ પર્થમાં પાકિસ્તાન ક્રિકેટ ટીમ વિરૂદ્ધ પહેલી ટેસ્ટમાં કાળી પટ્ટી પહેરવા માટે ICC એ નિયમોના ઉલ્લંઘનનો આરોપ લગાવ્યો છે. કારણ કે, પૂર્વ ખેલાડીઓ, પરિવારના સભ્યો અથવા અન્ય મહત્વપૂર્ણ વ્યક્તિઓના મૃત્યુને ચિન્હીત કરવા માટે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં કાળી પટ્ટી પહેરવામાં આવે છે. જો કે, આના માટે પણ રાષ્ટ્રીય બોર્ડ અને ICC પાસેથી મંજૂરી લેવી જરૂરી છે. 

ICC ના એક પ્રવક્તાએ મિડીયાને જણાવ્યું કે, ખ્વાજા પર કપડા અને ઉપકરણ નિયમોના ક્લોઝ F નું ઉલ્લંઘન કરવાના આરોપ લાગ્યા છે. તેમણે પાકિસ્તાન વિરૂદ્ધ ટેસ્ટમાં એક વ્યક્તિગત સંદેશ એટલે કે કાળી પટ્ટી પ્રદર્શિત કરી હતી, આને પ્રદર્શિત કરવા માટે ક્રિકેટ ઓસ્ટ્રેલિયા અને ICC ની મંજૂરી નથી લેવામાં આવી. આ એક શ્રેણી અંતર્ગત ઉલ્લંઘન છે. આ પ્રકારના પહેલા અપરાધ માટે સજા તરીકે માત્ર ફટકાર લગાવવામાં આવે છે. 

શું છે ICC નો નિયમ? 
ICC ના નિયમ અનુસાર, ખેલાડીઓ અને ટીમના અધિકારીઓને પોતાના કપડા, કોઈ ઉપકરણ અથવા તો અન્ય વસ્તુ પર વ્યક્તિગત સંદેશો લગાવવા માટે, પહેરવા માટે અથવા પ્રદર્શિત કરવા માટે મંજૂરી નહીં આપવામાં આવે. ભલે પછી આ પ્રકારના સંદેશાઓ કપડા, ઉપકરણ અથવા અન્ય કોઈ વસ્તુ પર ચોંટાડેલા હોય?