લોખંડના પાંજરાથી એર એન્ટ્રી લેતી વખતે અકસ્માત, અમેરિકન કંપનીના ભારતીય CEOનું મૃત્યુ

બહુરાષ્ટ્રીય સોફ્ટવેર કંપની Vistex Asia-Pacific Pvt Ltdના CEO સંજય શાહનું રામોજી ફિલ્મ સિટી (RFC) ખાતે કંપનીની સિલ્વર જ્યુબિલી ઉજવણી દરમિયાન શંકાસ્પદ સંજોગોમાં અકસ્માતમાં મૃત્યુ થયું હતું. જ્યારે અન્ય એક અધિકારી ગંભીર રીતે ઘાયલ થયા હતા. પોલીસે આ મામલે કેસ નોંધ્યો છે.

Share:

હાઈલાઇટ્સ

  • હૈદરાબાદના રામોજી ફિલ્મ સિટીમાં કંપનીની સિલ્વર જ્યુબિલી સેલિબ્રેશન વખતે અકસ્માત
  • Vistex Asia-Pacific Pvt Ltd CEO સંજય શાહનું અકસ્માતમાં નિધન

હૈદરાબાદ: ગુરુવારે રાત્રે રામોજી ફિલ્મ સિટી (RFC) ખાતે કોર્પોરેટ ઇવેન્ટ દરમિયાન લોખંડનો પિંજરો તૂટી પડતાં ભારતીય સીઇઓ અને યુએસ સ્થિત બહુરાષ્ટ્રીય સોફ્ટવેર કંપનીના સ્થાપકનું અવસાન થયું હતું. કંપની પ્રમુખ ગંભીર રીતે ઘાયલ થયા હતા. વિસ્ટેક્સ એશિયા-પેસિફિક પ્રાઈવેટ લિમિટેડની સિલ્વર જ્યુબિલી ઉજવણી દરમિયાન આ અકસ્માત થયો હતો. 56 વર્ષીય CEO સંજય શાહનું હૈદરાબાદની એક હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું, જ્યારે કંપનીના ચેરમેન વિશ્વનાથ રાજુ દતલા તેમના જીવન સામે ઝઝૂમી રહ્યા છે.

વિસ્ટેક્સે રામોજી ફિલ્મ સિટીમાં તેના કર્મચારીઓ માટે રૂમ બુક કરાવ્યા હતા અને બે દિવસીય સિલ્વર જ્યુબિલી સેલિબ્રેશનનું આયોજન કરવામાં આવી રહ્યું હતું. કંપનીના એક અધિકારીએ જણાવ્યું હતું કે શાહ અને રાજુને પાંજરામાંથી સ્ટેજ પર ઉતારવા એ ઉજવણીની શરૂઆત કરવા માટે એક આયોજિત ઘટના હતી. આ અકસ્માત સાંજે 7.40 વાગ્યે થયો જ્યારે શાહ અને રાજુને લોખંડના પાંજરામાં ઊંચાઈએથી સ્ટેજ પર લાવવામાં આવી રહ્યા હતા.

કેવી રીતે થયો અકસ્માત?
અબ્દુલ્લાપુરમેટ પોલીસ સ્ટેશનના સબ ઇન્સ્પેક્ટર ડી કરુણાકર રેડ્ડીએ જણાવ્યું હતું કે અકસ્માત સમયે સંગીત વાગી રહ્યું હતું અને શાહ અને રાજુ નીચે ઉતરી રહ્યા હતા અને તે દરમિયાન અચાનક પાંજરા સાથે જોડાયેલા બે વાયરમાંથી એક તુટી ગયો હતો. જેના કારણે બંને 15 ફૂટથી વધુની ઉંચાઈ પરથી નીચે કોંક્રીટના પ્લેટફોર્મ પર પટકાયા હતા. જેના કારણે બંનેને ગંભીર ઈજાઓ થઈ હતી.

પોલીસે ગુનો નોંધ્યો
બંનેને સ્થાનિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા અને બાદમાં તેમની સ્થિતિ વધુ બગડતાં કોર્પોરેટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, તેવું પોલીસે જણાવ્યું હતું. થોડા સમય પછી શાહનું અવસાન થયું. પોલીસે જણાવ્યું કે કંપનીના અન્ય અધિકારીની ફરિયાદ પર ફિલ્મ સિટી પ્રોગ્રામ મેનેજમેન્ટ અધિકારીઓ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે.