Runway 34! પાયલટ્સને નહોતી ખબર કે લો વિઝિબિલિટીમાં કેવી રીતે થશે લેન્ડિંગ? બે એરલાઈન્સને નોટિસ

દિલ્હીમાં 24-25 અને 27-28 ડિસેમ્બરના રોજ અડધી રાત્રે ભારે ફોગ હતો અને એના કારણે લો વિઝિબિલિટી હતી. જેના કારણે અનેક ફ્લાઈટ્સને પોતાનો રુટ બદલવાનો વારો આવ્યો હતો.

Share:

હાઈલાઇટ્સ

  • પાયલટ્સ લો વિઝિબિલિટીમાં લેન્ડિંગ કરવાનું નહોતા જાણતા
  • બે એરલાઈન્સને DGCAએ પાઠવી નોટિસ, માગ્યો જવાબ
  • લો વિઝિબિલિટીના કારણે અનેક ફ્લાઈટ્સને અસર પહોંચી હતી

નવી દિલ્હીઃ DGCAએ ગુરુવારે દિલ્હી એરપોર્ટ પર લો વિઝિબિલિટી દરમિયાન નોન CAT IIIના પાયલટ્સને રોસ્ટર કરવા માટે એર ઈન્ડિયા અને સ્પાઈસજેટને શો કોઝ નોટિસ મોકલી આપી છે. પાયલટ્સને પૂરતુ નોલેજ ન હોવાના કારણે દિલ્હી આવતી અનેક ઉડાનો માટે ફેરફાર કરવા પડ્યા હતા. જો કે, આ પાયલટ્સ નહોતા જાણતા લો વિઝિબિલિટીમાં લેન્ડિંગ કેવી રીતે કરવું. 

અધિકારીએ આપ્યો જવાબ
DGCAના એક વરિષ્ઠ અધિકારીએ પુષ્ટિ કરી કે એરલાઈન્સને નોટિસ આપવામાં આવી છે. આ નોટિસ એટલા માટે આપવામાં આવી કે સામે આવ્યું કે દિલ્હી ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર મોટી સંખ્યામાં ઉડાનોમાં ફેરફાર કરવામાં આવ્યા હતા. આ એરલાઈન્સે નોન CAT IIIનું સંચાલન કરી રહેલાં પાયલટ્સને રોસ્ટર કર્યા હતા. આ પાયલટ્સને લો વિઝિબિલિટીમાં ઉડાન કેવી રીતે ભરવી અને લેન્ડિંગ કેવી રીતે કરવું એનુ નોલેજ નહોતું. 

ભારે ફોગ હતો 
દિલ્હીમાં ગઈ 24-25 અને 27-28 ડિસેમ્બરના રોજ અડધી રાત્રે ભારે ફોગ હતો અને એના કારણે વિઝિબિલિટી ખૂબ જ લો હતી. જેના કારણે 50થી પણ વધુ ફ્લાઈટ્સના ઉડાનો કે લેન્ડિંગમાં ફેરફાર કરવામાં આવ્યા હતા. ત્યારે હવે નોટિસ બાદ એરલાઈન્સે પંદર દિવસની અંદર પોતાનો જવાબ આપવો પડશે. 

જોઈ શકાતુ નહોતું 
26 ડિસેમ્બરના રોજ વિઝિબિલિટી ખૂબ જ લો હતી અને પચાસ મીટર પછી કંઈ જોઈ શકાતુ નહોતું. જેના કારણે એરપોર્ટ પર ફ્લાઈટ્સની ઉડાનો પ્રભાવિત થઈ હતી. એરપોર્ટ પરના સૂત્રોના જણાવ્યા મુજબ, 50 મીટર પછી કંઈ જોઈ શકાતુ નહોતું. સવારે સાડા આઠ વાગે એમાં થોડો સુધારો થયો હતો. એ પછી સ્થિતિ એવીને એવી રહી હતી. 

આ રહી એડવાઈઝરી 
દિલ્હી એરપોર્ટ દ્વારા જારી કરવામાં આવેલી એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું કે, દિલ્હી એરપોર્ટ પર ટેકઓફ અને લેન્ડિંગ ચાલુ છે  CAT IIIનો નિયમ નહીં પાળનારી ફ્લાઈટ્સની ઉડાનો પ્રભાવિત થઈ શકે છે. પેસેન્જર્સને અપીલ છે કે પોતાના ફ્લાઈટ કન્ફર્મેશન માટે સંબંધિત એરલાઈન્સનો સંપર્ક કરે.