સિગારેટ 'એશ' ફેંકવા જતા પગ લપસ્યો, 33માં માળેથી નીચે પટકાતા IT એન્જિનિયરનું મોત

નવા વર્ષની પાર્ટી કરવા મિત્રના ઘરે ગયેલા મૂળ ઉત્તર પ્રદેશના IT એન્જિનિયર દિવ્યાંશુ શર્માને કરૂણ મોત મળ્યું. પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

Share:

હાઈલાઇટ્સ

  • 33માં માળેથી નીચે પટકાતા દર્દનાક મોત
  • સિગારેટ એશ ફેંકવા જતા નીચે પડી ગયો

બેંગલુરુ: નવા વર્ષની ઉજવણીમાં મોડી રાત સુધી પાર્ટી કરી રહેલા 27 વર્ષીય સોફ્ટવેર એન્જિનિયર પૂર્વ બેંગલુરુના કેઆર પુરા નજીક ભટ્ટરહલ્લી ખાતે તેના મિત્રના ફ્લેટના 33મા માળની બાલ્કનીમાંથી અકસ્માતે પડીને મૃત્યુ પામ્યા હતા. 

સિગારેટની રાખ ફેંકવાનો પ્રયાસ કરતી વખતે પગ લપસ્યો
પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે મૃતક દિવ્યાંશુ શર્મા સિગારેટની રાખ ફેંકવાનો પ્રયાસ કરતી વખતે લપસી ગયો હતો અને એપાર્ટમેન્ટ કોમ્પ્લેક્સના વૉકિંગ ટ્રેક પાસે પડ્યો હતો.

મૂળ યુપીનો રહેવાસી હતો દિવ્યાંશુ શર્મા
મૃતક દિવ્યાંશુ શર્મા મૂળ ઉત્તર પ્રદેશનો હતો અને કોડીગેહલ્લી (કેઆર પુરા)માં રહેતો હતો. તેના પિતા ભારતીય વાયુસેનાના નિવૃત્ત કર્મચારી છે જે પરિવારના અન્ય સભ્યો સાથે હોરામાવુમાં રહે છે, તેવું ઘટનાની તપાસ કરી રહેલી પોલીસે જણાવ્યું હતું.

મિત્રના ઘરે પાર્ટી કરવા ગયો હતો
પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર ગુરુવારે રાત્રે શર્મા અને અન્ય ત્રણ મિત્રો અન્ય મિત્ર મોનિકાના ફ્લેટની મુલાકાતે આવ્યા હતા અને સાથે વાઈટફિલ્ડના એક મોલમાં મૂવી જોવા ગયા હતા. મૂવી શરૂ થઈ ચૂકી હોવાથી તેઓ ઈન્દિરાનગરના એક પબમાં ગયા. ત્યાંથી તેઓ 2.30 વાગ્યાની આસપાસ ઘરે પરત ફર્યા હતા. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે જ્યારે તેના મિત્રો બેડરૂમમાં સૂતા હતા, ત્યારે શર્મા લિવિંગ રૂમમાં સૂઈ ગયો હતો. હાલ સમગ્ર મામલે સ્થાનિક પોલીસે અકસ્માતને મોતનો ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.