Video: પીલીભીતમાં જંગલમાંથી ભૂલા પડેલા વાઘે 6 કલાક ખેડૂતના ઘરે નાખ્યા ધામા

પીલીભીતમાં અટકોના ગામાં દહેશતનો માહોલ છવાયો હતો. જંગલમાંથી એક વાઘ ભૂલો પડ્યો હતો અને એક ખેડૂતના ઘરે પહોંચ્યો હતો. ત્યારે આખા ગામમાં હાહાકાર મચી ગયો હતો.

Share:

હાઈલાઇટ્સ

  • પીલીભીતમાં ટાઈગરનો છ કલાકથી હાહાકાર
  • ખેડૂતના ઘરની દીવાલ પર ચઢીને બેસી ગયો
  • ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

પીલીભીતઃ ઉત્તર પ્રદેશના પીલીભીતમાં વાઘોનો આતંક હજુ પણ યથાવત છે. ત્યારે આવી જ એક વધુ ઘટના સામે આવી છે. કલીનગર વિસ્તારમાં રહેતા લોકો ભય હેઠળ જીવી રહ્યાં છે. સોમવારે રાત્રે જંગલમાંથી એક વાઘ ભૂલો પડીને એક ખેડૂતના ઘરે પહોંચ્યો હતો. જે બાદ તેના ઘરની દીવાલ પર જઈને બેસી ગયો હતો અને વિવિધ પોઝ આપી રહ્યો હોય એવી લગી રહ્યું હતું. આ ઘટના બાદ ગામના લોકો પણ ત્યાં ઉમટ્યા હતા અને સોશિયલ મીડિયા પર આ ઘટનાનો વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. 

લોકો ચોંકી ગયા
આ ઘટના કલીનગર વિસ્તારમાં આવેલા અટકોના ગામની હોવાનું કહેવામાં આવી રહ્યું છે. ખેડૂતના ઘરે ગઈ રાત્રે બે વાગે આ વાઘ આવ્યો હતો. બાદમાં આવીને તે ઘરની દીવાલ પર બેસી ગયો છે. વહેલી સવારે સ્થાનિક કૂતરાઓએ જ્યારે ભસવાનું ચાલુ કર્યુ ત્યારે લોકોએ ટોર્ચ લઈને જોયુ હતુ. ત્યારે વાઘને જોઈને સ્થાનિકો ચોંકી ગયા હતા. એ પછી આ વાત વાયુવેગે આખા ગામમાં ફેલાઈ ગઈ હતી. જે બાદ આખા ગામમાંથી વાઘને જોવા માટે લોકોનાં ટોળે ટોળા ઉમટ્યા હતા. લોકોએ ટોર્ચથી વાઘને જોવાને પ્રયાસ કર્યો પણ તે નીચે ઉતર્યો નહીં. 

છ કલાકથી હાહાકાર 
કલીનગર વિસ્તારમાં આ ગામમાં લગભગ છ કલાકથી આ વાઘ દીવાલ પર ચઢીને બેઠો હોવાનું સ્થાનિક લોકો કહી રહ્યાં છે. જો કે, આ ઘટનાના કારણે આસપાસમાં લોકોનાં ટોળા ઉમટ્યા છે. બીજી તરફ, જાણ થતા વન વિભાગની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી. જો કે, આ વાઘનો ભય હજુ પણ લોકો પર છે. પોલીસ પણ ત્યાં પહોંચી ચૂકી છે અને આ વાઘને પાંજરે પૂરવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જો કે, લોકોનાં ટોળા પણ ખૂબ મોટી સંખ્યામાં ઉમટ્યા છે.