Rajkot: ઈન્ટરનેશનલ એરપોર્ટનો અણધડ વહીવટઃ મુસાફરોને પડી રહી છે પારાવાર મુશ્કેલીઓ!

એરપોર્ટને શહેરથી 30 કિલોમીટર દૂર બનાવવામાં આવ્યું છે અને એટલે જ લોકોને શહેરથી દૂર જવામાં પણ કેટલીક મુશ્કેલીઓ પડે છે.

Share:

હાઈલાઇટ્સ

  • મોટો ખર્ચ કરીને એરપોર્ટ તો શરૂ કરી દેવામાં આવ્યું છે પરંતુ અહીંયા સુવિધા અને વ્યવસ્થાઓના નામે મીંડુ છે.
  • એરપોર્ટનું ઉદ્ઘાટન થઈ ગયું તેને ચાર મહિના થઈ ગયા, પરંતુ સર્વિસના મામલે લોકો નારાજ છે.

રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ફ્લાઈટ્સ શરૂ થઈ ગઈ છે પરંતુ યાત્રીઓને લઈને કેટલીય સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. જ્યારથી આ એરપોર્ટ ખુલ્યું ત્યારથી જ કંઈકને કંઈક ક્ષતીઓ અને ખામીઓ સામે આવી રહી છે. મોટો ખર્ચ કરીને એરપોર્ટ તો શરૂ કરી દેવામાં આવ્યું છે પરંતુ અહીંયા સુવિધા અને વ્યવસ્થાઓના નામે મીંડુ છે. 

એરપોર્ટનું ઉદ્ઘાટન થઈ ગયું તેને ચાર મહિના થઈ ગયા, પરંતુ સર્વિસના મામલે લોકો નારાજ છે. સૌથી મોટી વાત એ છે કે, અહીંયા ફ્લાઈટની ફ્રીકવન્સી જ નક્કી નથી. ત્યારે કઈ ફ્લાઈટ ક્યારે આવશે. તો બીજીબાજુ એરપોર્ટને શહેરથી 30 કિલોમીટર દૂર બનાવવામાં આવ્યું છે અને એટલે જ લોકોને શહેરથી દૂર જવામાં પણ કેટલીક મુશ્કેલીઓ પડે છે. આ એરપોર્ટ માટે પિક અપ અને ડ્રોપની ટેક્સી સર્વિસ શરૂ કરવામાં આવી છે. જેના માટે 2000 રૂપિયાનો તગડો ચાર્જ વસુલવામાં આવે છે અને તે પણ માત્ર વન વેનો ચાર્જ છે.

એર ટ્રાવેલર્સ 2000 રૂપિયાનો ચાર્જ ભરે ત્યાર પછી પણ તકલીફોનો અંત નથી. પ્રવાસીઓએ રાજકોટ - અમદાવાદ હાઈવે પકડવો પડે છે જ્યાં કુવાડવા પાસે રસ્તાની ભયંકર સ્થિતિ છે. અહીં છેલ્લા પાંચ વર્ષથી હાઈવેને સિક્સ-લેન બનાવવાનું કામ ચાલુ છે જે ક્યારે પૂરું થશે તે નક્કી નથી. આ રસ્તા પર વાહનોને બહુ સમય લાગે છે અને નુકસાન પણ થાય છે.

એરફેર ઘટવાના બદલે વધી ગયું
નવા એરપોર્ટ પર વધુ ફ્લાઈટ શરૂ થવાથી એરફેર ઘટશે તેવી વાતો થતી હતી, પરંતુ તેનાથી વિપરીત એરફેરમાં વધારો થઈ ગયો છે. ઉદાહરણ તરીકે અમદાવાદથી મુંબઈનું એરફેર 2500થી 3000 રૂપિયા ચાલે છે ત્યારે રાજકોટથી મુંબઈનું હવાઈભાડું 4200થી 5000 રૂપિયા સુધી પહોંચી જાય છે.