72 વર્ષ બાદ બદલાઈ જશે મકર સંક્રાંતિની તારીખઃ વાંચો ઐતિહાસીક હકીકત!

મીડિયા રિપોર્ટ્સ અનુસાર વર્ષ 1902 માં પહેલીવાર 14 જાન્યુઆરીના દિવસે મકર સંક્રાંતિનો તહેવાર મનાવવામાં આવ્યો હતો. જી હાં, આપને સાંભળીને નવાઈ લાગશે પરંતુ 18 મી સદીમાં આ જ તહેવાર 12 અને 13 જાન્યુઆરીએ મનાવાતો હતો. તો 1964 માં પહેલીવાર 15 જાન્યુઆરીએ મકરસંક્રાંતિનો તહેવાર મનાવાયો હતો. 

Share:

હાઈલાઇટ્સ

  • જ્યોતિષશાસ્ત્ર અનુસાર, દર વર્ષે સૂર્ય 20 મિનિટના વિલંબ સાથે મકર રાશિમાં પ્રવેશ કરે છે.
  • દર ત્રણ વર્ષ પછી સૂર્ય એક કલાકના વિલંબ સાથે મકર રાશિમાં પ્રવેશ કરે છે અને દર 72 વર્ષે એક દિવસના વિલંબ સાથે.

મકર સંક્રાંતિનો તહેવાર આખા ભારતમાં બહુજ ધૂમધામથી મનાવવામાં આવે છે. આ વખતે આ તહેવાર 15 જાન્યુઆરીના રોજ મનાવવામાં આવશે. આ એ જ દિવસ છે છે કે, જ્યારે સૂર્ય ધન રાશિથી મકરમાં પ્રવેશ કરે છે. હિંદૂ ધર્મમાં આ તહેવારનું ખૂબ જ મહત્વ છે. મકર સંક્રાતિ વાળા દિવસે સવારે ઉઠીને સ્નાન, દાન અને પૂજા-પાઠનું વિશેષ મહત્વ છે. પરંતુ શું આપ જાણો છો કે સૂર્યની ચાલની સાથે મકર સંક્રાંતિની તારીખોમાં પણ બદલાવ થાય છે. તો આપને એપણ જણાવી દઈએ કે, થોડા વર્ષો બાદ આ તહેવાર 14 જાન્યુઆરીએ નહીં પરંતુ 15 અને 16 જાન્યુઆરીના રોજ મનાવવામાં આવશે. 

મીડિયા રિપોર્ટ્સ અનુસાર વર્ષ 1902 માં પહેલીવાર 14 જાન્યુઆરીના દિવસે મકર સંક્રાંતિનો તહેવાર મનાવવામાં આવ્યો હતો. જી હાં, આપને સાંભળીને નવાઈ લાગશે પરંતુ 18 મી સદીમાં આ જ તહેવાર 12 અને 13 જાન્યુઆરીએ મનાવાતો હતો. તો 1964 માં પહેલીવાર 15 જાન્યુઆરીએ મકરસંક્રાંતિનો તહેવાર મનાવાયો હતો. 

72 વર્ષ બાદ બદલાશે તારીખ 
આની પાછળનું કારણ સૂર્યની ગતિ છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર, દર વર્ષે સૂર્ય 20 મિનિટના વિલંબ સાથે મકર રાશિમાં પ્રવેશ કરે છે. તે જ સમયે, દર ત્રણ વર્ષ પછી સૂર્ય એક કલાકના વિલંબ સાથે મકર રાશિમાં પ્રવેશ કરે છે અને દર 72 વર્ષે એક દિવસના વિલંબ સાથે. આ ગણતરી મુજબ વર્ષ 2077 થી મકરસંક્રાંતિ 15 જાન્યુઆરીએ જ આવશે. 

ઋતુ પરિવર્તન 
મકરસંક્રાંતિનો તહેવાર નવી સિઝનના આગમનનું પ્રતિક છે. આ તહેવારને શિયાળાની ઋતુના અંતનું પ્રતિક માનવામાં આવે છે. તેને ઉત્તરાયણના તહેવાર તરીકે પણ ઓળખવામાં આવે છે.