અલીગઢમાં અરાજક તત્વોનો આતંકઃ મસ્જિદ પર ધાર્મિક નારા લખી શાંતિ ડહોળવાનો પ્રયાસ!

ઘટના અલીગઢના દિલ્હી ગેટ ચોકની છે. અહીંયા એક મસ્જિદની દિવાલ પર ધાર્મિક નારા લખીને માહોલને ખરાબ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો.

Share:

ઉત્તરપ્રદેશના અલીગઢમાં એક મસ્જિદની દિવાલને તોડી પાડવામાં આવી કારણ કે, આ દિવાલ પર ધાર્મિક નારા લખેલા હતા. આ આખીય ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ છે અને સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. ઘટના અલીગઢના દિલ્હી ગેટ ચોકની છે. અહીંયા એક મસ્જિદની દિવાલ પર ધાર્મિક નારા લખીને માહોલને ખરાબ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. ત્યારે સમાજવાદી પાર્ટીના મહાનગર મંત્રી મનોજ યાદવ અન્ય પદાધિકારી અને કાર્યકર્તાઓએ એસપી સિટી કાર્યાલય પહોંચીને આ મામલે ફરિયાદ કરી છે. 

પોતાની ફરિયાદમાં સપાએ સાંપ્રદાયિક શાંતિ ભંગ કરવા માટે જવાબદાર ઉપદ્રવીઓ વિરૂદ્ધ કડક કાર્યવાહીની માંગ કરી છે. પ્રતિનિધિમંડળમાં શામિલ સપાના નેતા મનોજ યાદવે આરોપ લગાવ્યો કે, કેટલાક સામાજીક તત્વોએ આ પ્રકારની ગતિવિધિઓમાં શામીલ થઈને શહેરનો માહોલ ખરાબ કરવાનો પ્રયત્ન કર્યો છે. તેમણે બદમાશો વિરૂદ્ધ તાત્કાલીક કાર્યવવાહી ન થઈ તો ધરણા પર બેસવાની પણ ધમકી આપી છે. પાઠકે કહ્યું કે, પોલીસ તુરંત જ ઘટના સ્થળે પહોંચી હતી અને ઔપચારિક ફરિયાદ નોંધવામાં આવી છે. આમાં શામિલ લોકોના CCTV ફૂટેજ પણ જાહેર કરાયા છે. 

સીટી એસપી મૃગાંક શેખર પાઠકે આ મામલે જણાવ્યું કે, ઘટનાની સૂચના મળતા જ પોલીસ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે આ મામલે FIR  દાખલ કરી છે. વિડીયોમાં અરાજક તત્વો દેખાઈ રહ્યા છે, તેમની ઓળખ કરી લેવામાં આવી છે અને જલ્દી જ તેમના પર કાર્યવાહી થશે.