દિલ્હીમાં 60થી વધુ એક્ટિવેટેડ સિમ કાર્ડ સાથે તાઇવાનનો શખ્સ ઝડપાયો, તપાસ શરૂ

લાઈ ઝિન પિંગને 18 ડિસેમ્બરે ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ (IGI) એરપોર્ટના ટર્મિનલ 3 પરથી સેન્ટ્રલ સિક્યુરિટી ફોર્સ દ્વારા પકડવામાં આવ્યો હતો.

Share:

હાઈલાઇટ્સ

  • ફોર્સે બાદમાં ઈન્ટેલિજન્સ બ્યુરો (IB) અને ઈમિગ્રેશન અધિકારીઓને જાણ કરી
  • દિલ્હી પોલીસે વિદેશ સામે ગુનો દાખલ કરીને તેને તપાસ માટે કસ્ટડીમાં લીધો હતો

નવી દિલ્હી. સુરક્ષા એજન્સીઓ તાઈવાનના નાગરિકની ભૂમિકાની તપાસ કરી રહી છે જેને CISFના જવાનોએ દિલ્હી એરપોર્ટ પર 60થી વધુ મોબાઈલ ફોન સિમ કાર્ડ સાથે પકડ્યો હતો. ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ (IGI) એરપોર્ટના ટર્મિનલ 3 પરથી બેંગકોક જતી થાઈ એરવેઝની ફ્લાઈટમાં ચડતા પહેલા 18 ડિસેમ્બરે સેન્ટ્રલ સિક્યુરિટી ફોર્સે લાઈ ઝિન પિંગને પકડી લીધો હતો.

તપાસ કરતા 67 સિમ કાર્ડ મળી આવ્યા
સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રીયલ સિક્યોરિટી ફોર્સ (CISF)ના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, "તલાશી દરમિયાન, વ્યક્તિના સામાનમાંથી 67 ભારતીય સિમ કાર્ડ મળી આવ્યા હતા જે કામ કરવાની સ્થિતિમાં હતા અને વિવિધ ભારતીય વ્યક્તિઓના નામે હતા."

સંતોષકારક જવાબ ન આપતા શંકા થઈ
પ્રવક્તાએ કહ્યું કે તાઈવાનનો નાગરિક સંતોષકારક જવાબ આપી શક્યો નથી કે તે આ સિમ (સબ્સ્ક્રાઇબર આઇડેન્ટિટી મોડ્યુલ) કાર્ડ શા માટે લઈ રહ્યો છે. તેમણે કહ્યું કે ફોર્સે બાદમાં ઈન્ટેલિજન્સ બ્યુરો (IB) અને ઈમિગ્રેશન અધિકારીઓને જાણ કરી, જેમણે વિદેશીની પૂછપરછ કરી.

પોલીસે ગુનો નોંધીને કસ્ટડીમાં લીધો
એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, દિલ્હી પોલીસે તે વ્યક્તિ વિરુદ્ધ કેસ નોંધ્યો હતો અને વધુ તપાસ માટે તેને કસ્ટડીમાં લીધો હતો.

ઉલ્લેખનીય છે કે, ગત અઠવાડિયે એક મોટી કાર્યવાહી કરતા કેન્દ્ર સરકારે 55 લાખ મોબાઈલ નંબર બ્લોક કરી દીધા છે. સાયબર ફ્રોડના વધતા જતા મામલાઓને રોકવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો હતો. સંચાર મંત્રી દેવુસિંહ ચૌહાણે સંસદમાં આ માહિતી આપી હતી. હકીકતમાં, તાજેતરમાં ભારતમાં સાયબર ફ્રોડના ઘણા કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે, જે નિર્દોષ લોકોને છેતરે છે. હવે આ તાઈવાનના આરોપીની પૂછપરછમાં વધારે ખુલાસા થઈ શકે છે કે, ખરેખર તે આટલા બધા સિમ કાર્ડનું શું કરવાનો હતો?

Tags :