ગુજરાતમાં સિરીલય બ્લાસ્ટનું હતું ISIS નું કાવતરુંઃ આતંકીની પૂછપરછમાં મોટો ખુલાસો!

શાહનવાઝ મહારાષ્ટ્રના નાગપુરમાં માઈનિંગ એન્જિનિયરિંગનો અભ્યાસ કરી ચૂક્યો હતો. તેના મોબાઇલમાંથી એવી ઘણી તસવીરો મળી હતી જેનાથી એવો ખુલાસો થયો છે કે તે ઘરમાં જ IED બોમ્બ તૈયાર કરી રહ્યો હતો.

Share:

હાઈલાઇટ્સ

  • ISIS ગોધરાકાંડનો બદલો લેવા માટે ગુજરાતમાં સિરીયલ બ્લાસ્ટ કરાવવા માંગતું હતું
  • આતંકી શાહનવાઝની અત્યારે દિલ્હી પોલીસ અને સેન્ટ્રલ એજન્સીઓ પૂછપરછ કરી રહી છે

ગુજરાતના અલગ-અલગ શહેરોમાં બોમ્બ બ્લાસ્ટ કરવાના એક મોટા ષડયંત્રનો પર્દાફાશ થયો છે. ISIS સાથે સંકળાયેલા આતંકી શાહનવાઝ આલમે NIA ની પૂછપરછમાં કેટલાય મોટા ખુલાસાઓ કર્યા છે. શાહનવાઝ મહારાષ્ટ્રના નાગપુરમાં માઈનિંગ એન્જિનિયરિંગનો અભ્યાસ કરી ચૂક્યો હતો. તેના મોબાઇલમાંથી એવી ઘણી તસવીરો મળી હતી જેનાથી એવો ખુલાસો થયો છે કે તે ઘરમાં જ IED બોમ્બ તૈયાર કરી રહ્યો હતો. તેના નિશાને ગુજરાતના મહત્ત્વના શહેરો હતા.

આતંકી શાહનવાઝની અત્યારે દિલ્હી પોલીસ અને સેન્ટ્રલ એજન્સીઓ પૂછપરછ કરી રહી છે. આ આતંકી મોસ્ટ વોન્ટેડ હતો અને તેના પર 5 લાખ રૂપીયાનું ઈનામ હતું. શાહનવાઝની દિલ્હીથી ધરપકડ કરવામાં આવી હતી. જો કે, ISIS મોડ્યુલના કેટલાય આતંકીઓ હજી ફરાર છે અને સુરક્ષા એજન્સીઓ તેમને શોધી રહી છે. 

દિલ્હીથી પકડાયેલા ISIS ના આ ખતરનાક આતંકીએ ખુલાસો કર્યો છે કે, પુણે-મહારાષ્ટ્ર મોડ્યુલના નિશાના પર મુંબઈ અને ગુજરાત રાજ્યના કેટલાક શહેરો હતા. આતંકીએ ખુલાસો કર્યો છે કે, ISIS ગોધરાકાંડનો બદલો લેવા માટે ગુજરાતમાં સિરીયલ બ્લાસ્ટ કરાવવા માંગતું હતું.