રામે પત્ની માટે યુદ્ધ કર્યુ, મોદીજીએ છોડી દીધી..રામ મંદિર પૂજામાં PMના સામેલ થવાની વિરુદ્ધ સુબ્રમણ્યમ સ્વામી

સુબ્રમણ્યમ સ્વામીએ પીએમ મોદીના રામ મંદિર પૂજામાં સામેલ થવા મુદ્દે વિરોધ વ્યક્ત કર્યો છે. તેઓએ કહ્યું ક, સીતા માટે રામે યુદ્ધ કર્યુ અને મોદીજીએ પત્નીને છોડી દીધી હતી.

Share:

હાઈલાઇટ્સ

  • સુબ્રમણ્યમ સ્વામીએ પીએમ મોદી પર કર્યો કટાક્ષ
  • રામે પત્ની માટે યુદ્ધ કર્યુ, મોદીજીએ પત્નીને છોડી દીધી
  • પીએમ મોદી મંદિર પૂજામાં સામેલ થાય એની વિરુદ્ધમાં સ્વામી

નવી દિલ્હીઃ ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામી એ 22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં રામ મંદિરના આગામી ઉદ્ઘાટન સમારોહમાં પીએમ મોદી સામેલ થાય એ મુદ્દે આપત્તિ વ્યક્ત કરી છે. પોતાની સ્પષ્ટ ટિપ્પણીઓ માટે જાણીતા સ્વામીએ પીએમ મોદીના વ્યક્તિગત ઈતિહાસનો હવાલો આપતા ધાર્મિક આયોજનમાં પીએમ મોદીના સામેલ થવા મુદ્દે સવાલ ઉઠાવ્યો છે. 

રામે પત્ની માટે યુદ્ધ કર્યું 
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર સ્વામીએ પોતાનો વાંધો વ્યક્ત કરતા કહ્યું કે, અમે રામભક્તો મોદીને અયોધ્યામાં રાલ લલ્લાની મૂર્તિની પ્રાણપ્રતિષ્ટા પૂજામાં સામેલ થવા કેવી રીતે મંજૂરી આપી શકીએ. જ્યારે રામે લગભગ દોઢ દાયકા વિતાવ્યા હતા અને યુદ્ધ કર્યુ હતુ. પોતાની પત્ની સીતાને બચાવવા માટે આ યુદ્ધ કર્યુ હતુ. જ્યારે મોદીજીએ પોતાની પત્નીને છોડી દીધી હતી. અને હે તેઓ અહીં પૂજા કરશે. 

પીએમના લગ્ન સુધી પહોંચી વાત 
મહત્વનું છે કે, સુબ્રમણ્યમ સ્વામીની આ ટિપ્પણી પીએમ મોદીના લગ્નેત્તર ઈતિહાસ સાથે જોડાઈ ગઈ. જેઓએ ભગવાન રામના કામ અને પીએમ મોદી વચ્ચેના અંતરની સરખામણી કરી હતી. મહત્વનું છે કે, 2014માં પીએમ મોદીના જશોદાબેન સાથેના લગ્ન ચર્ચાનો વિષય બન્યો હતો. આ વિવાદ પર ફરીથી સ્વામીએ ધ્યાન દોર્યું છે. જો કે, મોદીજીના મોટાભાઈ સોમાભાઈએ દાવો કર્યો કે, આ લગ્ન જબરજસ્તી થયા હતા અને પછી મોદીએ દેશસેવા માટે તેમને તરછોડ્યા હતા. 

કટાક્ષ માટે જાણીતા 
મહત્વનું છે કે, આવું પહેલીવાર નથી બન્યું. અગાઉ પણ સુબ્રમણ્યમ સ્વામી પીએમ મોદી વિરુદ્ધ અનેકવાર આવા કટાક્ષ કરી ચૂક્યા છે. તેઓ પોતાના કટાક્ષ માટે સતત ઓળખાતા હોય છે અને ચર્ચામાં રહેતા હોય છે. મંદિરના ઉદ્ઘાટનમાં યશ, પ્રભાસ, રણબીર કપૂર, આલિયા ભટ્ટ, અજય દેવગણ, સની દેઓલ વગેરેને નિમંત્રણ આપવા મુદ્દે સલાહ આપી કે, પાપોને શુદ્ધ કરવા માટે ધાર્મિક વિધીમાંથી પસાર થવું પડે છે, જે રોજીંદા ખોટા કાર્યોમાં તેમની સંડોવણીના સંકેત આપે છે. 

આમંત્રણને નકાર્યું 
બીજી એક મહત્વની વાત એ છે કે, CPI(M)એ આ કાર્યક્રમમાં હાજરી આપવાના પ્રસ્તાવને નકાર્યો છે. જે  બાદ મંદિરના ઉદ્ઘાટનને લગતો વિવાદ વધુ વકર્યો છે.  CPI(M) રાજ્ય દ્વારા આયોજીત ઈવેન્ટનું લેબલ આપ્યું હતું, જે ભારતમાં શાસનના સિદ્ધાંતનું ઉલ્લંઘન કરે છે. જે સૂચવે છે કે રાજ્યને કોઈ ધાર્મિક જોડાણ ન હોવું જોઈએ. પાર્ટીએ એક ધાર્મિક સમારોહને રાજકીય કાર્યક્રમમાં બદલવા બદલ ભાજપ અને આરએસએસની નિંદા કરી હતી.