'હિંદુ કોઈ ધર્મ નથી, માત્ર છેતરપિંડી છે'.. સપાના નેતા સ્વામી પ્રસાદ મૌર્યએ ફરી ઓંક્યું ઝેર

સમાજવાદી પાર્ટીના નેતા સ્વામી પ્રસાદ મૌર્ય ફરી એક વાર વિવાદમાં આવ્યા છે. તેઓએ કહ્યું કે, હિંદુ કોઈ ધર્મ નથી અને તે માત્ર છેતરપિંડી છે. આવુ કહીને તેઓને એક વિવાદ ઉભો કર્યો છે.

Share:

હાઈલાઇટ્સ

  • હું કહું ત્યારે જ લોકોની લાગણી દુભાય છે, આટલી નબળી કેમ છે
  • સોશિયલ મીડિયામાં સ્વામી પ્રસાદનો વીડિયો થયો વાયરલ

નવી દિલ્હીઃ સમાજવાદી પાર્ટીના નેતા સ્વામી પ્રસાદ મૌર્યએ ફરી એકવાર હિંદુ ધર્મને લઈ પોતાનું ઝેર ઓંક્યું છે. તેઓએ દિલ્હીમાં કહ્યું કે, હિંદુ ધર્મ નથી અને તે માત્ર છેતરપિંડી છે. મહત્વનું છે કે, સપાના અખિલેશ યાદવે થોડા જ સમય પહેલાં વાયદો કર્યો હતો કે, ધર્મ અને જાતિ પરની ટિપ્પણીઓ પર રોક લગાવવામાં આવશે. ત્યારે તેમની જ પાર્ટીના નેતા તેમના આ વાયદાને પડાકર આપી રહ્યા હોય એવું લાગી રહ્યું છે. તો શું પાર્ટી હવે સ્વામી પ્રસાદ મૌર્ય પર કોઈ એક્શન લેશે કે નહીં. 

સ્વામી પ્રસાદે આ કહ્યું 
સામે આવેલાં વીડિયોમાં સ્વામી પ્રસાદ મૌર્ય એક મંચ પરથી કહી રહ્યાં છે કે, હિંદુ એક છેતરપિંડી છે. આમ પણ 1995માં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, હિંદુ કોઈ ધર્મ નથી. એ જીવન જીવવાની એક શૈલી છે. સૌથી મોટા ધર્મના ઠેકેદાર સંધના વડા મોહન ભાગવત પણ કહી ચૂક્યા છે કે, હિંદુ ધર્મનુ નામ નથી. પરંતુ તે જીવન જીવવાની એક કળા છે. દેશના વડાપ્રધાન મોદી પણ કહી ચૂક્યા છે. એકાદ બે મહિના પહેલાં ગડકરી પણ કહી ચૂક્યાં છે. પરંતુ આ લોકો કહે ત્યારે કોઈની લાગણી દુભાતી નથી. 

દિલ્હીના સંમેલનમાં કહી વાત
દિલ્હીના જંતર મંતર પર મિશન જય ભીમના બેનર હેઠળ રાષ્ટ્રીય બૌદ્ધ અને બહુજન અધિકાર સંમેલનમાં સ્વામીએ કહ્યું કે, જેને આપણે હિંદુ ધર્મ કહીએ છીએ એ કેટલાંક લોકો માટે ધંધો છે. જ્યારે હું આવું કહું કે આ કેટલાંક લોકો માટે ધંધો છે ત્યારે આખા દેશમાં ભૂકંપ આવી જાય છે. જ્યારે આ વાત મોહન ભાગવત, પીએમ મોદી કે નીતીન ગડકરી કરે છે ત્યારે કોઈની ભાવનાને ઠોકર વાગતી નથી. જ્યારે હું કહું છું ત્યારે કેમ લાગણી દુભાય છે, શું તેમની લાગણીઓ આટલી નબળી હોય છે.