આજે પાવર ગ્રીડ, સેટેલાઈટ અને કોમ્યુનિકેશનને અસર થવાની શક્યતાઓ. જાણો કેમ?

ગઈ 24 ડિસેમ્બરના રોજ સૂર્ય પર એક જબરજસ્ત બ્લાસ્ટ થયો હતો અને એના કારણે સીએમઈ પેદા થયું હતું. જે હવે રોકેટ ગતિએ પૃથ્વી તરફ આગળ વધી રહ્યું છે.

Share:

હાઈલાઇટ્સ

  • સોલાર સ્ટોર્મ આજે પૃથ્વી પર ટકરાય એવી શક્યતા
  • જી-1 શ્રેણીનું સોલાર સ્ટોર્મ આજે પૃથ્વી પર ટકરાશે
  • ઈન્ટરનેટ, મોબાઈલ સેવાને થઈ શકે છે અસર

નવી દિલ્હીઃ સૂર્ય પર હાજર એક સક્રિય સનસ્પોટ પર ગઈ   ડિસેમ્બરના રોજ એક વિસ્ફોટ થયો હતો. જેના કારણે કોરોનલ માસ ઈજેક્શન ક્લાઉડ એટલે કે CME પેદા થયો હતો. આ સનસ્પોટ સૂર્યથી પૃથ્વી તરફના ભાગ તરફ હાજર છે. એટલા માટે CME ખૂબ જ ઝડપથી પૃથ્વી તરફ આગળ વધી રહ્યો છે. નાસાાના સોલર ડાયમેનિક ઓબ્ઝર્વેટરી મુજબ, 27 ડિસેમ્બરના રોજ આ CME પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર સાથે ટકરાશે. જેનાથી પૃથ્વી પર સૌર તોફાન સર્જાય એવી શક્યતા છે. 

G1-શ્રેણીનું હશે સૌર તોફાન 
અંતરિક્ષ વેબસાઈટ સ્પેસ વેધરના રિપોર્ટ મુજબ, CMEની ટક્કરથી પૃથ્વી પર 27 ડિસેમ્બરના રોજ જીવન શ્રેણીનું સૌર તોફાન આવી શકે છે. CMEની અસરના કારણે વિશ્વના અનેક ભાગોમાં શોર્ટવેબ રેડિયો બ્લેકઆઉટ થવાની શક્યતા છે. જેનાથી નાવિકો અને રેડિયો સિગ્નલનો ઉપયોગ કરનારા અનેક લોકોને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવી શકે છે. આ સિવાય આકાશમાં રંગીન પ્રકાશ જોવા મળી શકે છે. જેને અરોરા કહેવામાં આવે છે. 
 
સોલાર સ્ટોર્મથી શું ખતરો?

  • સોલાર સ્ટોર્મને તેની અસરના આધારે વૈજ્ઞાનિકોએ તેને જી-1થી જી-5ની શ્રેણીમાં વહેંચ્યું છે. 
  • G1 શ્રેણીનું સોલાર સ્ટોર્મ ખૂબ જ સામાન્ય હોય છે, પરંતુ G5 શ્રેણીનું સ્ટોર્મ ખૂબ જ શક્તિશાળી હોય છે. 
  • મહત્વનું છે કે, સોલાર સ્ટોર્મ સેટેલાઈટોને ભારે નુકસાન પહોંચાડી શકે છે. મોબાઈલ નેટવર્ક અને ઈન્ટરનેટને અસર થઈ શકે છે. 
  • જો તે વધારે શક્તિશાળી હોય તે પાવર ગ્રીડ અને પૃથ્વી આધારિત સંવેદનશીલ ઈલેક્ટ્રોનિક્સને પણ ભારે નુકસાન પહોંચાડી શકે છે.