Singapore: ભારતીયમૂળનો તબીબ આપતો હતો દર્દીઓને ખતરનાક દવાઓ, લાયસન્સ સસ્પેન્ડ થયું

આ ડોક્ટરે અનિંદ્રાથી પીડાતા દર્દીઓને કેટલી ખતરનાક દવાઓ આપી, એપણ યોગ્ય કરતા વધારે સમય સુધી અને પાછો કોઈપણ મેડિકલ રેકોર્ડ પણ નહોતો રાખ્યો.

Share:

હાઈલાઇટ્સ

  • ડોક્ટર, શાહીએ અનિદ્રાથી પીડિત તેમના એક દર્દીને કોડીન જેવી ઓપિયોઇડ એનાલજેક્સ ધરાવતી દવા સૂચવી હતી
  • જો ડોક્ટર દ્વારા બેન્ઝોડિએઝેપાઇન્સ વારંવાર આપવામાં આવે છે, તો ડોકટરોએ દર્દીના મેડિકલ રેકોર્ડમાં ચોક્કસ પાસાઓનો સ્પષ્ટપણે રેકોર્ડ રાખવો જોઈએ.

 

મૂળ ભારતના અને સિંગાપુરમાં પ્રેક્ટિસ કરતા એક બેદરકાર ડોક્ટરને તેમની મોટી ભૂલ બદલ સજા કરવામાં આવી છે. આ ડોક્ટરે અનિંદ્રાથી પીડાતા દર્દીઓને કેટલી ખતરનાક દવાઓ આપી, એપણ યોગ્ય કરતા વધારે સમય સુધી અને પાછો કોઈપણ મેડિકલ રેકોર્ડ પણ નહોતો રાખ્યો. દર્દીઓને લાંબા સમય સુધી અયોગ્ય દવાઓ આપનારા 35 વર્ષના અનુભવી ભારતીય મૂળના ડોક્ટરને સિંગાપુરમાં એક ત્રણ વર્ષ માટે તેમની પ્રેક્ટિસથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. 

પ્રાપ્ત વિગતો અનુસાર, મરીન પરેડ ક્લીનીકમાં 61 વર્ષીય સામાન્ય ચિકિત્સક મનિંદર સિંહ શાહીએ 2002 થી 2016 સુધી પોતાના કાર્યોના સંબંધમાં આરોપી ગણવામાં આવ્યા. 9 જાન્યુઆરીએ, સસ્પેન્શન માટે સિંગાપોર મેડિકલ કાઉન્સિલ (SMC)ની દલીલોને સ્વીકારીને, ત્રણ સભ્યોની ટ્રિબ્યુનલે શાહીની નિંદા કરવાનો આદેશ આપ્યો.
આ ડોક્ટરે AMC ને એક લેખીત આશ્વાસન પણ આપવું પડશે કે તેઓ આવું ફરીથી નહીં કરે. અને કાર્યવાહીનો ખર્ચ પણ ચૂકવવો પડશે. 

જે સાત દર્દીઓને ડોક્ટર શાહીએ અયોગ્ય રીતે લાંબા સમય સુધી દવાઓ આપી તેમાં ત્રણ વડીલો હતા. 

ત્રણ સભ્યોની ટ્રિબ્યુનલે કહ્યું કે શાહી એ અતિવ્યસ્ત ડોક્ટર હતા. તેમણે દિવસમાં 40 થી 70 દર્દીઓને જોતા હતા. અયોગ્ય રીતે બેન્ઝોડિયાઝેપાઇન્સ, ઝોપિકલોન અથવા ઝોલ્પીડેમ સૂચવ્યા હતા. આ સિવાય તેઓ દર્દીઓને સમય પર મનોચિકીત્સક અથવા કોઈ સ્પેશિયલ ડોક્ટર પાસે મોકલવામાં અથવા રેફર કરવામાં નિષ્ફળ રહ્યા અને દર્દીઓના મેડિકલ રેકોર્ડમાં પર્યાપ્ત વિગતો જાળવી રાખી નહોતી.

બેન્ઝોડિએઝેપાઇન્સ અનિદ્રા અને ચિંતા જેવી ઘણી પરિસ્થિતિઓની સારવારમાં વપરાય છે, જ્યારે ઝોલ્પીડેમ અને ઝોપિકલોન બિન-બેન્ઝોડાયઝેપિન દવાઓ છે જે અનિદ્રાની સારવારમાં વપરાય છે.

ડોક્ટર, શાહીએ અનિદ્રાથી પીડિત તેમના એક દર્દીને કોડીન જેવી ઓપિયોઇડ એનાલજેક્સ ધરાવતી દવા સૂચવી હતી, સાથે બેન્ઝોડિએઝેપાઇન્સ ચાર અઠવાડિયાના ભલામણ કરેલ સમયગાળા કરતાં વધુ સમય સુધી લેવાનું કહ્યું હતું. હવે જો ડોક્ટર દ્વારા બેન્ઝોડિએઝેપાઇન્સ વારંવાર આપવામાં આવે છે, તો ડોકટરોએ દર્દીના મેડિકલ રેકોર્ડમાં ચોક્કસ પાસાઓનો સ્પષ્ટપણે રેકોર્ડ રાખવો જોઈએ.