કર્ણાટકમાં રસમ પેસ્ટની જાહેરાતે મચાવ્યો હોબાળો, આપી દીધી આવી ગંદી એડ

કર્ણાટકમાં એક એવી જાહેરાત સામે આવી છે હાલ તે વાયરલ થઈ રહી છે. રસમ પેસ્ટવાળએ જે એડ આપી એનાથી હાલ ચર્ચા વધી ગઈ છે.

Share:

હાઈલાઇટ્સ

  • રસમ પેસ્ટની કંપનીએ એક એડ પોસ્ટ કરી છે
  • પોસ્ટમાં જાહેરાત કરવામાં આવી અને એના કારણે રોષ વધ્યો
  • સોશિયલ મીડિયા પર પોસ્ટ થઈ રહી છે ખૂબ જ વાયરલ

કર્ણાટકમાં રસમ પેસ્ટ વેચતી બ્રાંડે પોતાની આઉટડોર જાહેરાત કરી અને તે વાયરલ થઈ ગઈ છે. જે હાલ સોશિયલ મીડિચા પર ચર્ચાનો વિષય બન્યો છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર હાલ તે ચર્ચાનો વિષય બન્યો છે. ઘણા લોકોએ તેને સેક્સિએટ હોવાનો આક્ષેપ કર્યો છે. કેટલાંક લોકોએ તો એવું પણ કહ્યું કે, તેમને આમા કોઈ મુશ્કેલી નથી. 

એક્સ પર શેર કરવામાં આવી પોસ્ટ


તેજસ દિનકર દ્વારા એક્સ પર જાહેરાતનો સ્નેપશોટ શેર કરવામાં આવ્યો છે. પોસ્ટમાં કેપ્શનમાં લખ્યું છે કે, આજે એવી જાહેરાતોમાં જે લૈંગિકતાનું સંચાલન કરે છે, જ્યારે ઉત્તર અને દક્ષિણ ભારતનું અપમાન કરે છે. જાહેરાત પર એક લાઈન એવી પણ લખવામાં આવી છે કે, પત્ની ઉત્તર ભારતીય, સેકન્ડમાં રસમ.  

આટલા વ્યૂઝ મળ્યા 
આ પોસ્ટ ગઈ ચાર જાન્યુઆરીના રોજ શેર કરવામાં આવી હતી. જ્યારે આ પોસ્ટ શેર થઈ ત્યારથી તેને બે લાખ કરતા વધારે વ્યૂઝ મળી ચૂક્યા છે અને આ પોસ્ટ પર બે હજારથી પણ વધુ લાઈક્સ આવી છે. જો કે, કેટલાંક લોકોએ જથ્થાબંધના ભાવે કોમેન્ટ પણ કરી છે. પરંતુ કેટલાંક લોએ પૂછ્યું કે, આ જાહેરાતમાં સેક્સિએટ શું છે. 

લોકોની પ્રતિક્રિયા 
કેટલાંક લોકોએ તેના પર એવી પ્રતિક્રિયા આપી કે, દુનિયામાં શું જોઈએ. OMG. બીજાએ એવું લખ્યું કે, આ જાહેરાતમાં લૈગિંકતા શું છે. અને ઉત્તર દક્ષિમ ભારતીયોનુ અપમાન શું છે. ખેર, હાલ તો આ પોસ્ટે આખા ભારતીયો કે જેઓ સોશિયલ મીડિયા યુઝ કરે છે તેઓમાં ચર્ચા જગાવી છે.