માત્ર એમને જ આમંત્રણ..ઉદ્ધવ ઠાકરેની આમંત્રણ ન મળવાની ટિપ્પણી પર રામ મંદિરના મુખ્ય પૂજારી કરી મોટી વાત

ઉદ્ધવ ઠાકરેએ શનિવારે કહ્યું હતું કે તેમને અયોધ્યામાં 22 જાન્યુઆરીએ યોજાવા જઈ રહેલાં ભગવાન રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માટે આમંત્રણ મળ્યું નથી.

Share:

હાઈલાઇટ્સ

  • ઉદ્ધવ ઠાકરેને રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા માટે આમંત્રણ મળ્યુ નથી
  • મંદિરના મુખ્ય પૂજારીએ કહ્યું, રામના ભક્તોને જ આમંત્રણ મળે
  • પીએમ મોદીએ મોટુ કામ કર્યુ છે અને તે તેમની ભક્તિ છે

અયોધ્યાઃ શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેને ભગવાન રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં આમંત્રણ ન આપવા મુદ્દે શ્રીરામ જન્મભૂમિ મંદિરના મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસની પ્રતિક્રિયા સામે આવી છે. તેઓએ કહ્યું કે, આમંત્રણ માત્ર તેમને જ આપવામાં આવ્યું છે કે જેઓ ભગવાન રામના ભક્ત છે. આ કહેવું સંપૂર્ણ રીતે ખોટુ હશે કે ભાજપ ભગવાન રામના નામ પર લડી રહી છે, અમારા પીએમનું દરેક જગ્યાએ સન્માન કરવામા આવે છે. તેઓએ ખૂબ જ મોટુ કામ કર્યુ છે. આ રાજકારણ નથી, તેમની ભક્તિ છે. 

આ ટિપ્પણીનો આપ્યો જવાબ
આચાર્ય સત્યેન્દ્ર દાસે શિવસેનાના નેતા સંજય રાઉતની ભાજપને હવે ભગવાન રામને પોતાના ઉમેદવાર જાહેર કરવાનું બાકી છે. આ ટિપ્પણી પર પણ પ્રતિક્રિયા આપી છે. તેઓએ કહ્યું કે, સંજય રાઉતને એટલું બધુ દુઃખ છે કે તેઓ કહી પણ શકતા નથી. આ એ લોકો જ છે કે જેઓ ભગવાન રામના નામ પર ચૂંટણી લડતા હતા. ભગવાન રામને માનવાવાળા સત્તામાં છે, આ કેવી બકવાસ કરી રહ્યા છે. તેઓ ભગવાન રામનું અપમાન કરી રહ્યા છે. 

આમંત્રણ મળ્યુ નથી 
વાત એવી હતી કે, ઉદ્ધવ ઠાકરે શનિવારે એવુ કહ્યું હતું કે, અયોધ્યામાં 22 જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્વ યોજાવાનો છે. એના માટે તેમને આમંત્રણ મળ્યુ નથી. તેઓએ કહ્યું કે, રામલલ્લા દરેક સાથે સંકળાયેલા છે. જો કે, તેમને ઔપચારિક આમંત્રણની જરુર નથી. તેઓ ગમે ત્યારે અયોધ્યા જઈ શકે છે. શ્રીરામ જન્મભૂમિ તીર્થ ન્યાસે સમારોહ માટે દેશભરની વિવિધ જાણીતી હસ્તીઓ અને રાજકીય નેતાઓને આમંત્રણ આપ્યું છે. ઠાકરેએ પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, શિવસેનાએ રામ જન્મભૂમિ માટે લાંબો સંઘર્ષ કર્યો હતો.