રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠાઃ સીરિયલની "સીતા" એ વડાપ્રધાન મોદીને કરી મોટી અપીલ!

દિપીકા ચીખલીયાએ વડાપ્રધાન મોદીને અપીલ કરી કે, અયોધ્યામાં ભગવાન રામની મૂર્તિ સાથે માતા સીતાજીની મૂર્તિની પણ સ્થાપના કરવામાં આવે.

Share:

હાઈલાઇટ્સ

  • મને જાણ છે કે બાળસ્વરૂપમાં ભગવાનની મૂર્તિ સ્થાપિત થઈ રહી છે પરંતુ જો સીતાજીની પણ સાથે હશે તો તમામ મહિલાઓ ખુશ થશે.
  • અયોધ્યામાં ભગવાન રામનો જન્મ થયો હતો અને તેથી મંદિરમાં પાંચ વર્ષના બાળસ્વરૂપમાં ભગવાનની મૂર્તિની સ્થાપના થઈ રહી છે.

રામાનંદ સાગરની સિરીયલ રામાયણમાં સીતા મૈયાનું પાત્ર નિભાવતા દિપીકા ચીખલીયા અત્યારે ખૂબ જ ખુશ છે કારણ કે, તેમને રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહનું નિમંત્રણ મળ્યું છે. 37 વર્ષ પહેલા આવેલી સિરીયલ રામાયણથી દિપીકા ઘરે-ઘરે જાણીતી બની છે. અને ભારતમાં આખો એક વર્ગ છે કે, જે દિપીકાને સીતા માને છે અને કેટલાક લોકો તો પહેલા પગે પણ લાગતા હતા. ત્યારે દિપીકા ચીખલીયા 22 જાન્યુઆરીના રોજ થનારા પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ માટે ખૂબજ ઉત્સાહિત છે અને કહ્યું કે, આ તેમના માટે એક ઈમોશનલ દિવસ હશે. દિપીકા આ સમારોહ માટે નિમંત્રણ મળવા પર ખુશ તો છે પરંતુ તેને એક વાતનું દુઃખ ચોક્કસ છે. 

દિપીકા ચીખલીયાએ કહ્યું કે, તેમને એ વાતનું દુઃખ છે કે રામ મંદિરમાં ભગવાન રામની સાથે સીતાજીની મૂર્તિ નથી. દિપીકાએ કહ્યું કે, મને એવું લાગતું હતું કે ભગવાન રામ સાથે સીતાજી પણ હશે. દિપીકા ચીખલીયાએ વડાપ્રધાન મોદીને અપીલ કરી કે, અયોધ્યામાં ભગવાન રામની મૂર્તિ સાથે માતા સીતાજીની મૂર્તિની પણ સ્થાપના કરવામાં આવે.

જો કે દિપીકા ચીખલિયા દુ:ખી છે કે ભગવાનના મંદિરમાં ભગવાન રામની સાથે સીતાજીની મૂર્તિ નથી. આ અંગે મને હંમેશા એવું હતું કે રામજીની બાજુમાં સીતાજીની મૂર્તિ હશે જ. જોકે આવું ન થયું તેનો મને અફસોસ છે.

દીપિકા ચીખલિયાએ વધુમાં કહ્યું કે, “હું પીએમ મોદીને વિનંતી કરું છું કે અયોધ્યામાં ભગવાન રામની સાથે સીતાજીની મૂર્તિને પણ વિરાજમાન કરવામાં આવે. રામજીને એકલા ન રાખશો. મને જાણ છે કે બાળસ્વરૂપમાં ભગવાનની મૂર્તિ સ્થાપિત થઈ રહી છે પરંતુ જો સીતાજીની પણ સાથે હશે તો તમામ મહિલાઓ ખુશ થશે.” અયોધ્યામાં ભગવાન રામનો જન્મ થયો હતો અને તેથી મંદિરમાં પાંચ વર્ષના બાળસ્વરૂપમાં ભગવાનની મૂર્તિની સ્થાપના થઈ રહી છે.