રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠાઃ બાબા મહાકાલની નગરી ઉજ્જૈનથી અયોધ્યા મોકલાશે 5 લાખ લાડુ

મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવે જાહેરાત કરી છે કે, મહાકાલની નગરી ઉજ્જૈનથી 5 લાખ જેટલા લાડુ અયોધ્યા મોકલવામાં આવશે. આનો પ્રસાદ સ્વરૂપે ઉપયોગ કરાશે.

Share:

હાઈલાઇટ્સ

  • નેપાળના જનકપુરમાં માતા સીતાના જન્મસ્થળથી ભગવાન રામ માટે 3 હજારથી વધુ ભેટ અયોધ્યા પહોંચી છે
  • આ અઠવાડિયે જનકપુર ધામ રામજાનકી મંદિરથી લગભગ 30 વાહનોના કાફલામાં ચાંદીના ખડાઉ, ઝવેરાત અને કપડાં સહિતની તમામ ભેટ અયોધ્યા લાવવામાં આવી હતી

 

રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાનો દિવસ નજીક આવી ગયો છે. મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને ભારતની સાથે-સાથે અન્ય દેશોમાંથી પણ ભક્તો વસ્તુઓ મોકલી રહ્યા છે. ત્યારે આ વચ્ચે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવે જાહેરાત કરી છે કે, મહાકાલની નગરી ઉજ્જૈનથી 5 લાખ જેટલા લાડુ અયોધ્યા મોકલવામાં આવશે. આનો પ્રસાદ સ્વરૂપે ઉપયોગ કરાશે. 

CM મોહન યાદવે કહ્યું કે, અમે ભાગ્યશાળી છીએ કે આ દ્રશ્યને જોઈશું. અયોધ્યા બોલાવી રહી છે અને ભક્તો આવી રહ્યા છે. મોહન યાદવે કહ્યું કે, પીએમ મોદીએ અલગ-અલગ રાજ્યોને ઉદ્ઘાટન બાદ તારીખો આપી છે અને હું પણ ત્યાં જવાનો છું.

મોહન યાદવે કહ્યું કે, બે-ચાર હજાર વર્ષ પહેલા સમ્રાટ વિક્રમાદિત્યએ અયોધ્યામાં ભગવાન રામનું મંદિર બનાવડાવ્યું હતું. તે મંદિરને 500 વર્ષ પહેલા બાબરે તોડી નાંખ્યુ હતું. તેમણે કહ્યું કે, હવે બીજીવાર મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે તો મધ્યપ્રદેશ કેવી રીતે પાછળ રહી શકે. એટલા માટે આખા અવસરને અવિસ્મરણીય બનાવવા માટે બાબા મહાકાલની નગરી ઉજ્જૈનથી 5 લાખ લડ્ડુ અયોધ્યા મોકલવામાં આવશે. 

નેપાળના જનકપુરમાં માતા સીતાના જન્મસ્થળથી ભગવાન રામ માટે 3 હજારથી વધુ ભેટ અયોધ્યા પહોંચી છે. આ અઠવાડિયે જનકપુર ધામ રામજાનકી મંદિરથી લગભગ 30 વાહનોના કાફલામાં ચાંદીની ચરણ પાદુકા, ઝવેરાત અને કપડાં સહિતની તમામ ભેટ અયોધ્યા લાવવામાં આવી હતી. તે જ સમયે, શ્રીલંકાનું એક પ્રતિનિધિમંડળ પણ અશોક વાટિકાથી વિશેષ ભેટ લઈને અયોધ્યા આવ્યું હતું.