Rajasthan: 'કૃષ્ણ જન્મભૂમિ પણ હિંદુઓને સોંપી દો તો સારુ..' કેબિનેટ મંત્રી મદન દિલાવરનું નિવેદન

અયોધ્યામાં હાલ ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠાની તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે રાજસ્થાનના નવા ચૂંટાયેલા કેબિનેટ મંત્રી મદન દિવાલરે વિવાદિત નિવેદન આપ્યું છે.

Share:

હાઈલાઇટ્સ

  • રાજસ્થાનના કેબિનેટ મંત્રી મદન દિલાવરનું નિવેદન
  • હવે કૃષ્ણ જન્મભૂમિ હિંદુઓને સોંપી દો તો સારુ
  • અસદુદ્દીન ઓવૈસીના નિવેદન પર આપી પ્રતિક્રિયા

જયુપરઃ પોતાના વિવાદાસ્પદ નિવેદનો માટે જાણીતા મદન દિલાવર કે જેઓ હાલ નવા કેબિનેટ મંત્રી રાજસ્થાન સરકારમાં બન્યા છે. બુધવારે તેઓએ પોતાનો કાર્યભાર સંભાળ્યો અને સાથે જ વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. તેઓએ કહ્યું કે, રામ જન્મભૂમિ બાદ હવે કૃષ્ણ જન્મભૂમિ હિંદુઓને સોંપવામાં આવે તો સારુ, નહીં તો કાયદો પોતાનો રસ્તો કરશે. 

કૃષ્ણ જન્મભૂમિ સોંપી દો 
મહત્વનું છે કે, તાજેતરમાં AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીએ વિવાદિત નિવેદન આપ્યું હતુ કે, મસ્જિદો છીનવાઈ રહી છે. તેમના આ નિવેદન પર પોતાની પ્રતિક્રિયા આપતા કેબિનેટ મંત્રી મદન દિલાવરે કહ્યું કે, એ હકિકત છે કે રામ જન્મભૂમિ અને કૃષ્ણ જન્મભૂમિ પર રામ અને કૃષ્ણના મંદિરો છે. અમને રામ જન્મભૂમિની આખી જમીન મળી ગઈ છે. હવે કૃષ્ણ જન્મભૂમિ હિંદુઓને સોંપવામાં આવે તો સારુ. નહીં તો કાયદો પોતાનો રસ્તો કરી લેશે. કોર્ટ તેમનું કામ કરશે. 

મસ્જિદોને સુરક્ષિત રાખજો..નિવેદનનો જવાબ
મહત્વનું છે કે, બે દિવસ પહેલાં AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીએ વિવાદિત નિવેદન આપ્યું હતું કે, આપણી મસ્જિદી છીનવાઈ રહી છે. હું યુવાઓને કહેવા માગીશ કે તમારા શહેર અને મોહલ્લા સુરક્ષિત રાખજો. અયોધ્યામાં માળખાને તોડી પાડવાની ઘટનાને યાદ કરતા મદન દિલાવરે કહ્યું કે, આ માળખાને તોડી પાડવામાં અને કામચલાઉ મંદિર બનાવવામાં મારો આંશિક ફાળો હતો. હવે હું પરિવાર અને કામદારો સાથે રામલલ્લાના દર્શન કરવા માટે જઈશ.