રાહુલ ગાંધીને ચોરીછૂપે કેમ મળ્યા ભાજપના સાંસદ? નાગપુર રેલીમાં પૂર્વ કોંગ્રેસના અધ્યક્ષે જણાવ્યું

રાહુલ ગાંધીએ કહ્યું કે, ભાજપના એક સાંસદ કે જે પહેલાં કોંગ્રેસમાં હતા. તેઓ મને ચોરીછૂપે મળ્યા હતા અને પોતાની દિલની વ્યથા મારી સામે ઠાલવી હતી.

Share:

હાઈલાઇટ્સ

  • રાહુલ ગાંધીને ચોરીછૂપે કેમ મળ્યા ભાજપના સાંસદ
  • ભાજપના સાંસદે કહ્યું, ભાજપમાં ગુલામી ચાલી રહી છે
  • ઉપરથી ઓર્ડર હોય એ નાછૂટકે કરવું જ પડે છે

નાગપુરઃ કોંગ્રેસ પાર્ટીએ પોતાના સ્થાપના દિવસે નાગપુરમાં એક રેલીનું આયોજન કર્યુ હતુ. આ રેલીને સંબોધતા કોંગ્રેસના પૂર્વ સાંસદ રાહુલ ગાંધીએ મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેઓએ એવું પણ કહ્યું હતું કે, દેશમાં હાલ બે વિચારધારાઓની લડાઈ ચાલી રહી છે. સત્તા અને રાજકારણની સાથે વિચારધારાઓની પણ લડાઈ ચાલી રહી છે. સાથે જ રાહુલ ગાંધીએ એ પણ જણાવ્યું કે, કેમ ભાજપના સાંસદ તેમને ચોરીછૂપે મળ્યા અને શું શું વાત કરી હતી. 

ઉપરથી ઓર્ડર હોય છે
રાહુલ ગાંધીએ કહ્યું કે, ભાજપમાં રાજાઓની જેમ ઉપરથી આદેશ આવતો હોય છે. જેનું પાલન કરવાનું હોય છે. થોડા દિવસો પહેલાં ભાજપના એક સાંસદ મને લોકસભામાં મળ્યા હતા. ભાજપના અનેક સાંસદો પહેલાં કોંગ્રેસમા હતા. આ પણ કોંગ્રેસ પાર્ટીમાં હતા. તેઓ મને ચોરીછૂપે મળ્યા હતા. મને જોઈને ડરના માર્યા બોલ્યા કે, રાહુલજી મારે તમારી સાથે વાત કરવી છે. મેં કહ્યું, ભાઈ શું વાત કરવી છે. તમે તો ભાજપમાં છો. એ પછી મને તેમના ચહેરા પર ટેન્શન જોવા મળ્યું હતું. 

 દિલ કોંગ્રેસમાં, શરીર ભાજપમાં
 રાહુલ ગાંધીએ જણાવ્યું કે, મેં એ ભાઈને પૂછ્યું કે, બધુ બરાબર તો છે ને. મને લાગ્યું કે પરિવારમાં કોઈ બીમાર હશે કે પછી કોઈ દુર્ઘટના બની હશે. ત્યારે તેઓએ જવાબ આપ્યો કે, નહીં રાહુલજી. મેં કહ્યું, ભાઈ તારુ દિલ કોંગ્રેસમાં છે અને શરીર ભાજપમાં. મતલબ એ થયો કે દિલ શરીરને કોંગ્રેસમાં લાવવાથી રોકી રહ્યું છે. આ જ હોઈ શકે છે. ત્યારે આ સાંસદે મને કહ્યું કે, ભાજપમાં ગુલામી ચાલી રહી છે. ઉપરથી જે કંઈ પણ કહેવામાં આવે છે તે બોલ્યા વગર કરવાનું હોય છે. ઉપરથી ઓર્ડર હોય છે, કોઈ અમારુ સાંભળતુ નથી. તેમની વિચારધારા રાજાઓની વિચારધારા છે. રાહુલ ગાંધીએ કહ્યું, કોંગ્રેસ પાર્ટીમાં અવાજ નીચેથી આવે છે. અમારો કોઈ પણ નાનો કાર્યકર્તા નેતાને ટોકી શકે છે.