Ayodhya Ram Mandir: ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠામાં રાહુલ-પ્રિયંકા ગાંધીને આ કારણે આમંત્રણ નહીં

અયોધ્યામાં નવનિર્મિત રામ મંદિરના ઉદ્ઘાટન અને ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠાના સમારોહમાં રાહુલ અને પ્રિયંકા ગાંધીને આમંત્રણ પાઠવવામા આવ્યુ નથી.

Share:

હાઈલાઇટ્સ

  • રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા માટે મહેમાનો આમંત્રણ શરુ
  • રાહુલ-પ્રિયંકા ગાંધીને નથી અપાયુ આમંત્રણ
  • મલ્લિકાર્જુન ખડગે-અધીર રંજન ચૌધરીને આમંત્રણ

નવી દિલ્હીઃ આગામી 22 જાન્યુઆરીના રોજ ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા છે અને એના માટે અનેક મહેમાનોને આમંત્રણ આપી દેવાયુ છે. ત્યારે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધા વાડ્રાને આ માટે આમંત્રણ પાઠવવામાં આવ્યુ નથી. જો કે, કોંગ્રેસ પાર્ટીમાંથી સોનિયા ગાંધી, મલ્લિકાર્જુન ખડગે અને અધીર રંજન ચૌધરીને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. 

આ છે કારણ
સૂત્રોનું કહેવું છે કે, સોનિયા ગાંધીને મંદિર નિર્માણ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રાએ કોંગ્રેસ સંસદીય દળના પ્રમુખ તરીકે આમંત્રણ કર્યા હતા. ટ્ર્સ્ટ ત્રણ શ્રેણીઓના રાજકીય મહેમાનનો આમંત્રણ મોકલી રહ્યું છે. જેમાં મુખ્ય પ્રવાહની પાર્ટીઓના અધ્યક્ષ, લોકસભા અને રાજ્યસભામાં વિપક્ષના નેતા સામેલ છે. આ સિવાય એ લોકો પણ સામેલ છે કે જેઓએ 1984 અને 1992 દરમિયાન રામ મંદિર આંદોલનમાં ભાગ લીધો હતો. વિશેષ મહેમાનો માટે ટ્રસ્ટ રેડ કાર્પેટ વીસાવી રહ્યું છે. જેમાં સાધુ-સંત, ઉદ્યોગપતિ, કલાકારો અને ખેલાડીઓ સામેલ છે. 

મલ્લિકાર્જુન ખડગે, અધીર રંજન ચૌધરીને આમંત્રણ
વિહીપના કાર્યકારી અધ્યક્ષ આલોક કુમારે તાજેતરમાં જ કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખગડેને આમંત્રણ આપ્યું છે. તેઓ રાજ્યસભામાં વિપક્ષના નેતા પણ છે. 2014 બાદ લોકસભામાં વિપક્ષનો કોઈ સત્તાવાર નેતા નથી. એટલા માટે વિહીપે કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીને આમંત્રણ આપ્યું છે. ટ્રસ્ટના એક પદાધિકારીએ જણાવ્યું કે, સપાના અધ્યક્ષ અખિલેશ યાદવ અને બસપના પ્રમુખ માયાવતીને ટૂંક સમયમાં આમંત્રણ મોકલવામાં આવશે. સમારોહમાં ભાજપના દિગ્ગજ નેતા લાલ કૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોશીને પહેલાં જ આમંત્રિત કરી દેવામાં આવ્યા છે.