મેક્સિકોથી પ્રિયંકા અને નિક જોનસની તસવીરો લીકઃ નવા વર્ષે દેખાયા રોમેન્ટિક Mood માં

અત્યારે પ્રિયંકાની જે તસવીરોની ચર્ચા થઈ રહી છે તેમાં તે નીક સાથે બીચ વેરમાં ખૂબજ રોમેન્ટિક થતી દેખાઈ રહી છે. આ તસવીરોને જોતા લાગી રહ્યું છે કે, કોઈએ તેમને છુપાઈને કેમેરામાં કેદ કરી લીધા છે. આ તસવીરો થોડી બ્લર દેખાઈ રહી છે.

Share:

હાઈલાઇટ્સ

  • પ્રિયંકા અને નિકની આ તસવીરો તેમના ફેન પેજ પરથી શેર કરવામાં આવી છે.
  • આ બધા સિવાય નિકનો નાનો ભાઈ કેવિન જોનસ પણ નવા વર્ષના જશ્નમાં જોડાયો હતો અને કેટલાક ખાસ મીત્રો પણ તેમની સાથે જોવા મળ્યા હતા. 

પ્રીયંકા ચોપરાએ નવું વર્ષ મેક્સિકોમાં પોતાની ફેમિલી સાથે મળીને સેલીબ્રેટ કર્યું. આની તસવીરો પણ સામે આવી છે. પ્રિયંકા અને તેના પતિ નિક જોનસના આ બિચ વેકેશનમાં તેમની સાથે તેમની દીકરી પણ હતી. જો કે, અત્યારે પ્રિયંકાની જે તસવીરોની ચર્ચા થઈ રહી છે તેમાં તે નીક સાથે બીચ વેરમાં ખૂબજ રોમેન્ટિક થતી દેખાઈ રહી છે. આ તસવીરોને જોતા લાગી રહ્યું છે કે, કોઈએ તેમને છુપાઈને કેમેરામાં કેદ કરી લીધા છે. આ તસવીરો થોડી બ્લર દેખાઈ રહી છે. 

 

છેલ્લા થોડા દિવસોમાં બોલીવુડથી લઈને હોલીવુડ સ્ટાર્સે નવા વર્ષના જશ્નની તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે. પ્રિયંકા અને નિકની આ તસવીરો તેમના ફેન પેજ પરથી શેર કરવામાં આવી છે. આમાં એક્ટ્રેસ સફેદ સ્વિમવેરમાં દેખાઈ રહી છે. નિક-પ્રીયંકા બંન્ને હોલીડે મૂડમાં દેખાઈ રહ્યા છે. 

મેક્સિકોમાં ફેમીલી હોલીડેની તસવીરો 
તો આ વહેલા નવા વર્ષે મેક્સિકોમાં ફેમિલી હોલીડેની કેટલીક તસવીરો સામે આવી હતી. જેમાં માલતી સાથે-સાથે પ્રિયંકાની માતા મધુ ચોપરા અને નિકનો ભાઈ, જો જોનસ પણ હતો કે, જે ગત વર્ષે વાઈફ સોફી ટર્નરથી અલગ થઈ ચૂક્યો છે. આ બધા સિવાય નિકનો નાનો ભાઈ કેવિન જોનસ પણ નવા વર્ષના જશ્નમાં જોડાયો હતો અને કેટલાક ખાસ મીત્રો પણ તેમની સાથે જોવા મળ્યા હતા. 

 

વર્કફ્રન્ટની વાત કરીએ તો પ્રિયંકા કામના કારણે વર્ષ 2023 માં ખૂબજ વ્યસ્ત રહી હતી. પ્રિયંકા આ વર્ષે જોન સીના સાથે હેડ ઓફ સ્ટેટને લઈને ચર્ચામાં રહેવાની છે. આ સિવાય તેના હાથમાં હિન્દી ફિલ્મ ‘જી લે જરા’ પણ છે. આમાં આલીયા ભટ્ટ અને કેટરીના કેફ પણ હશે. પ્રિયંકાએ નિક જોનસ અને તેના ભાઈઓના જોનસ બ્રધર્સ કોન્સર્ટનને પણ ખૂબ જ સપોર્ટ કર્યો છે.