Lok Sabha Elections: BJP યુવાઓ અને મહિલાઓ પર ધ્યાન આપશે 70 વર્ષથી વધુ ઉંમરના સાંસદો કપાશે

દેશમાં લોકસભા ચૂંટણી 2024ની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. ભાજપ પણ સતત ત્રીજી વખત હેટ્રિક ફટકારવાની આશા સાથે કમર કસી રહ્યું છે. રાજકીય સૂત્રોના જણાવ્યા અનુસાર, ભાજપે પોતાના ઉમેદવારોની યાદી ફાઈનલ કરી દીધી છે.

Share:

દેશમાં લોકસભા ચૂંટણી 2024ની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. ભાજપ પણ સતત ત્રીજી વખત હેટ્રિક ફટકારવાની આશા સાથે કમર કસી રહ્યું છે. રાજકીય સૂત્રોના જણાવ્યા અનુસાર, ભાજપે પોતાના ઉમેદવારોની યાદી ફાઈનલ કરી દીધી છે. આ મહિનાના અંત સુધીમાં પ્રથમ યાદી જાહેર થઈ શકે છે. 22 જાન્યુઆરીએ રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા છે. ત્યારબાદ 31મી જાન્યુઆરી સુધીમાં કોઈપણ સમયે કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક યોજાઈ શકે છે, જેમાં યાદી જાહેર કરવામાં આવી શકે છે. પ્રથમ યાદીમાં જેપી નડ્ડા અને પીએમ મોદી સહિત 164 ઉમેદવારોના નામ હોઈ શકે છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ વખતે પણ વારાણસીથી ચૂંટણી લડશે. ઉત્તર પ્રદેશ અને બિહારને એક સાથે સાધવા માટે આ રણનીતિ બનાવવામાં આવી છે. બંને રાજ્યોની 120 સીટો છે અને લોકસભાની 545 સીટોમાંથી એક ચતુર્થાંશ સીટો આ બંને રાજ્યોમાંથી છે. આ વખતે ભાજપ પંજાબ, બિહાર, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને તમિલનાડુમાં પણ તમામ બેઠકો પર ચૂંટણી લડવાની તૈયારી કરી રહ્યું છે. ભાજપ 70થી વધુ ઉંમરના ઉમેદવારોને ટિકિટ ના આપવા પર વિચાર કરી રહી છે. પાર્ટી દ્વારા આ મહિનાના અંત સુધી 150-160 બેઠક માટે ઉમેદવારોની જાહેરાત કરવાની પણ આશા છે.

એક રિપોર્ટમાં સૂત્રના હવાલાથી કહેવામાં આવ્યું છે, “વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં પાર્ટીની કેન્દ્રીય ચૂંટણી સમિતિ લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોની પ્રથમ યાદીને મંજૂરી આપવા માટે આ મહિનાના અંતમાં બેઠક કરી શકે છે.” સૂત્ર અનુસાર, “વડાપ્રધાન પહેલા જ સંકેત આપી ચુક્યા છે કે પાર્ટીનું ધ્યાન યુવાઓ અને મહિલાઓ પર હશે, તેને મેળવવા માટે પાર્ટી તે સાંસદોને હટાવી શકે છે જેમની ઉંમર 70 વર્ષ કરતા વધારે છે.”

ભાજપના કુલ 56 લોકસભા સાંસદ 70 કે તેથી વધુ ઉંમરના છે, જેમાં રાજનાથ સિંહ, વીકે સિંહ, રાવ ઇંદ્રજીત સિંહ, શ્રીપાદ નાઇક, અર્જૂન રામ મેઘવાલ, ગિરિરાજ સિંહ, સીનિયર નેતા રાજેન્દ્ર અગ્રવાલ, રવિશંકર પ્રસાદ, એસએસ અહલૂવાલિયા, પીપી ચૌધરી, સંતોષ ગંગવાર, રાધા મોહન સિંહ અને જગદંબિકા પાલ જેવા નેતાઓના નામ સામેલ છે.
 

Tags :