Poonch Attack : આતંકવાદીઓની શોધખોળ ચાલુ, પૂંછ અને રાજોરીમાં ઈન્ટરનેટ સેવા સસ્પેન્ડ

Poonch Attack : સેનાના જવાનોએ સમગ્ર વિસ્તારને ઘેરીને સર્ચ ઓપરેશન હાથ ધર્યુ છે. આતંકવાદીઓને શોધવા માટે સેનાએ અભિયાન હાથ ધર્યુ છે.

Share:

હાઈલાઇટ્સ

  • ગુરુવારે સેનાના વાહન પર હુમલો થયો હતો
  • સેનાએ સમગ્ર વિસ્તારને ઘેરી સર્ચ હાથ ધર્યુ
  • રાજોરી અને પૂંછમાં ઈન્ટરનેટ સેવા બંધ

જમ્મુઃ જમ્મુ-કાશ્મીરમાં સેનાના બે વાહનો પર હુમલો થયો બાદ સમગ્ર વિસ્તારમાં હડકંપ મચી ગયો છે. આતંકવાદીઓને ઝડપી પાડવા માટે સેનાએ સમગ્ર વિસ્તારને ઘેર્યો છે અને અહીં સર્ચ ઓપરેશન હાથ ધર્યુ છે. આ આતંકી હુમલામાં પાંચ જવાન શહીદ થઈ ગયા છે. ત્રણ લોકો પૂંછ જિલ્લામાં રહસ્યમરીતે મૃત હાલતમાં મળી આવ્યા હતા. ત્યારે હવે આ મામલે સેનાએ આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

ગંભીર આરોપ લાગ્યો 
જમ્મુના પૂંછમાં આતંકવાદીઓ દ્વારા સેનાના વાહન પર હુમલો કરવામાં આવ્યો હતો. ત્યારે આ ઘટનામાં પાંચ જેટલા જવાનો શહીદ થયા હતા, ત્યારે સેનાના જવાનોએ હવે આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરી છે. સેનાએ સમગ્ર વિસ્તારને ઘેર્યો છે અને સર્ચ ઓપરેશન હાથ ધર્યુ છે. પૂંછમાં આ ઘટના બની હતી. ત્યારે મૃતકોના પરિવારજનોએ નેતાઓ પર ગંભીર આરોપ લગાવ્યો છે. ગુરુવારે થયેલા આ હુમલા બાદ 8 લોકોને પકડવામાં આવ્યા હતા. આ ત્રણેય લોકો તેમાં સામેલ હતા. પરિવારનો આરોપ છે કે, ચાર લોકોને માર માર્યા બાદ એક સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. 

ઈન્ટરનેટ સેવા સસ્પેન્ડ 
અધિકારીઓએ કહ્યું કે, હાલ સેના દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. સ્થિતિ હાલ તણાવથી ભરેલી છે. લોકો અફવા ન ફેલવા એટલા માટે તેમને વિનંતી કરવામાં આવી રહી છે. હાલ પૂંછ અને રાજોરીમાં ઈન્ટરનેટ સેવા બંધ કરવામાં આવી છે. જેથી કરીને કોઈ સોશિયલ મીડિયા પર ખોટી વાતો કે અફવા ફેલાવે નહીં.