હત્યાનો આરોપી 31 વર્ષથી પોલીસને હંફાવી રહ્યો હતો, આખરે આ રીતે ટીમે ઝડપ્યો

હત્યાના આરોપમાં ફરાર એક આરોપીને આખરે 31 વર્ષે ઝડપી પાડ્યો હતો. આ આરોપીએ પોલીસને શંકા ન જાય એટલા માટે ખૂબ જ પેંતરા અજમાવ્યા હતા.

Share:

હાઈલાઇટ્સ

  • હત્યાનો આરોપી છેલ્લાં 31 વર્ષથી નાસતો ફરતો હતો
  • આખરે પોલીસે તેને 31 વર્ષે ઝડપી પાડ્યો હતો
  • કેટલાંક સ્થાનિકો એવું કહેતા કે તે મરી ગયો હશે

મુંબઈઃ મુંબઈ પોલીસે હત્યાના આરોપમાં એક આરોપીએ પોલીસને જબરી દોડતી કરી હતી. આવા જ એક હત્યાના આરોપીએ પોલીસને 31 વર્ષ સુધી હંફાવી હતી. 62 વર્ષીય આરોપી દીપક ભીંસે છેલ્લા 31 વર્ષથી પોલીસે હંફાવી રહ્યો હતો. જો કે, પોલીસે તેને 31 વર્ષ બાદ મુંબઈના પાલઘર જિલ્લામાંથી ઝડપી પાડ્યો હતો. નાલાસોપારામાંથી આ આરોપીને ઝડપી પાડીને પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. 

1989નો કેસ 
એક પોલીસે અધિકારીએ જણાવ્યું કે, આરોપી દીપક ભીંસને પકડી પાડવામા આવ્યો છે. આરોપીએ 1989માં રાજુ ચિકના નામના શખ્સની હત્યા કરી હતી અને ત્યારથી તે નાસતો ફરતો હતો. આ સિવાય તેણે ધર્મેન્દ્ર સરોજની હત્યાનો પણ પ્રયાસ કર્યો હતો. જો કે, એ સમયે તેને કોર્ટમાંથી જામીન મળ્યા હતા. એ પછી આરોપી ક્યારેય કોર્ટમાં હાજર રહ્યો નહીં. 

કોર્ટે ફરાર જાહેર કર્યો 
કોર્ટમાં હાજર ન રહેવાથી તેને ફરાર જાહેર કર્યો હતો. અધિકારીએ જણાવ્યું કે, જ્યારે પણ પોલીસની ટીમ તેના ધરે પહોંચતી ત્યારે સ્થાનિક લોકો એવું કહેતા હતા કે કદાચ તેનું મોત થઈ ગયુ છે. એ  પછી પણ પોલીસે હાર ન માની. આખરે પોલીસને કોઈ રીતે ભીંસેની પત્નીનો મોબાઈલ નંબર મળી ગયો. એ પછી આરોપી દીપક ભીંસેનું લોકેશન મળ્યું. એ પછી પોલીસે તેને શુક્રવારે રાતે ઝડપી પાડ્યો હતો. 

આખરે ઝડપાઈ ગયો 
પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ, તે તેના પરિવાર સાથે આ વિસ્તારમાં સેટલ થઈ ગયો હતો. એ પછી તેણે ઝાડ કાપવાનો એક કોન્ટ્રાક્ટ લીધો હતો. કાંદીવલી પોલીસ સ્ટેશનના અધિકારી નિતિન સાટમે કહ્યું કે, આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે અને તેની ઉંમર હાલ 62 વર્ષ છે. હાલ પોલીસ આગળની કાર્યવાહી કરી રહી છે.