Video: રામનામની ગૂંજ સાથે PM મોદીનો રોડ શો, સ્વાગતમાં ઉમટી જનમેદની

આગામી 22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્વ યોજાવા જઈ રહ્યો છે. ત્યારે પીએમ મોદી અયોધ્યા પહોંચ્યા હતા અને ભવ્ય રોડ શો યોજાયો હતો.

Share:

હાઈલાઇટ્સ

  • PM મોદીના સ્વાગતમાં અયોધ્યાવાસીઓ ઉમટ્યા
  • અયોધ્યામાં ભવ્ય રોડ શોમાં ઉમટી પબ્લિક
  • પીએમ મોદીએ લોકોનું અભિવાદન ઝીલ્યુ હતુ

 PM Modi in Ayodhya: PM મોદી આજે અયોધ્યામાં છે. ત્યારે પીએમ મોદીનો અહીં ભવ્ય રોડ શો યોજાો હતો. અયોધ્યા પહોંચેલા પીએમ મોદીના સ્વાગત માટે સીએમ યોગી આદિત્યનાથ પણ હાજર રહ્યા હતા. એરપોર્ટ પર તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. પીએમ મોદીના હસ્તે 1500 કરોડથી વધુ કિંમતની પરિયોજનાઓનું ઉદ્ઘાટન કરવામાં આવશે. આ સિવાય પીએમ મોદી અયોધ્યા ધામ રેલવે સ્ટેશનનું ઉદ્ઘાટન, છ વંદે ભારત અને બે અમૃત ભારત ટ્રેનનું ઉદ્ઘાટન સહિત અનેક ભેટ યુપીવાસીઓને મળશે. બપોરે લગભગ સવા બાર વાગે તેઓ નવનિર્મિત મહર્ષિ વાલ્મિકી ઈન્ટરનેશનલ એરપોર્ટ અયોધ્યા ધામનું ઉદ્ઘાટન કરશે. મહત્વનું છે કે, પીએમ મોદીની રેલીમાં હજારોની સંખ્યામાં સ્થાનિકો ઉમટી પડ્યા હતા. લોકોએ જય શ્રીરામના નારા સાથે પીએમ મોદીનું ભવ્ય સ્વાગત કર્યુ હતુ.  


શંખનાદ, મંત્રોચ્ચાર સાથે સ્વાગત
પીએમ મોદી જ્યારે અયોધ્યા પહોંચ્યા ત્યારે શંખનાદ અને મંત્રોચ્ચાર સાથે તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ડમરુ સાથે પણ તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. મથુરાા ખજાન સિંહ અને મહિપાલ પોતાની ટીમ સાથે છાપ પાડશે. સાથે જ મથુરાના લોકપ્રિય નૃત્યનું પણ આયોજન કરવામાં આવ્યું છે. 

પીએમ મોદીનું અભિવાદન

ભવ્ય રોડ શો યોજાયો